________________
૫૬૬
ગીતા દર્શન
એટલે આવા વર્ગનાં કર્મો તો સહેજે સાધુભાવી હોય છે. પણ અણસમજુ વર્ગ તો બીચારો સંયોગવશ પ્રાણી બની જાય છે. જ્યારે વચલો વર્ગ જેને આધ્યાત્મિકતાનો એકડો ઘૂંટતાં ય નથી આવડતો છતાં જે સર્વજ્ઞાપણાનો ધમંડ ધરાવે છે, તે વર્ગ તો પ્રકૃતિ-પ્રેરણા કે આત્મનાદને નાચે સરાસર ઊંધો જ માર્ગ પકડે છે. પોતાને બીજાની મદદ જોઈતી હોય, ત્યારે અદ્વૈતના ભાઈચારાની વાતો બોલી બીજાને પોતાના તરફ ખેંચવા મળે છે. અને જ્યાં બીજાને પોતા દ્વારા મદદ કરવાની વાત આવે ત્યાં એનાં કર્મએ ભોગવવાનો, એમાં વચ્ચે મારે શા માટે આવવું?' એવું મિથ્યાતત્ત્વજ્ઞાન ડોળે છે. કોઈની હિંસા પોતે કરી રહ્યો હોય ત્યારે “નીવો ની વચ્ચે મક્ષ :' એવી શાસ્ત્રીય વાતો કાઢી : 'જુઓ નાના જીવના ભક્ષ પર જ જગતમાં મોટા જીવ નભી રહ્યા છે.' એવો લવારો કરે છે. અને જ્યારે પોતાની કોઈ હિંસા કરવા આવે ત્યારે “નીવો નીવચ રક્ષ:' એમ બોલી બચવા માટે સામાને વીનવે છે. મતલબ કે દરેક ઠેકાણે છટકી જવાની તરકીબ રચી જાળ પાથરે છે જોકે બીજાને ફસાવવા જતાં ખરેખર તો પોતે જ ફસાઈ જાય છે, પણ એ મૂઢ બિચારાને ખબર જ નથી. જે જિજ્ઞાસુ મનુષ્ય છે તે જાણે જ છે કે બીજાને મદદ કરવી તે પોતાને મદદ કરવા બરાબર જ છે, અને દુ:ખીને સહાય કરવી તેમાં કુદરતી નિયમની અવગણના નથી પણ વફાદારી છે.
ભારત ! હું તને સ્વભાવ કહું ત્યારે તારે કુદરતી બે ઘટનાઓ લેવી : (૧) પ્રકૃતિનું કુદરતી, (૨) પુરુષનું કુદરતી. પ્રકૃતિના કુદરતી કરતાં પુરુષનું કુદરતી આપણે માટે વધુ બલવંત છે, તેમજ તે ખરેખરું અને નક્કર સ્વાભાવિક છે. પરંતુ પ્રકૃતિનું કુદરતી તો પુરુષના કરતાં નબળું અને તેથી ઘણુંખરું નિવારી શકાય તેવું છે. અને તે માટે પુરુષાર્થની વિશિષ્ટતા છે. મનુષ્યની વિચારક શકિતથી તે સહેજે શકય છે. હવે તું સમજી જ ગયો હોઈશ કે આ રીતે જોતાં જે બીજાને કર્તવ્યપૂર્વક મદદ કરે છે, તે પ્રકૃતિના કુદરતી નિયમની સામે થઈને દેખાતું હોય, તોય પુરુષના કુદરતી નિયમને તો અનુકૂળ જ છે. અને જો ખરે જ પુરુષના કુદરતી નિયમને અનુકૂળ હોય તો છેવટે પ્રકૃતિના કુદરતી નિયમનું વિરોધી ભલે સ્કૂલ દથિી લાગે ! અથવા કદાચ થોડો કાળ વિરોધી રહે એવું પણ બને – છતાં સૂક્ષ્મ દષ્ટિએ અથવા થોડા કાળ પછી આખરે તો તે પ્રકૃતિનો કુદરતી કાનૂન અવશ્ય એવા પુરુષને અનુકૂળ બની રહે છે.
ધનંજય ! આટલો વિસ્તાર તને શ્રદ્ધાળુ-અશ્રદ્ધાળુનો ભેદ સમજાવવા પૂરતો