________________
અધ્યાય સત્તરમો
પ૭
કર્યો. હવે જે વિધિસરના શ્રદ્ધાળુ છે તે તો જ્ઞાની જ છે, અને ગુણાતીત જ બન્યા છે, અગર ગુણાતીત બનવાનો એમનો નિરંતર પ્રયત્ન છે. એટલે આવા યુકત યોગી અથવા મારા પ્રિય ભકતને તો હું મારા રૂપ જ ગણું છું. તે વાત મેં તને અગાઉથી જ કહી દીધી છે. પરંતુ જેઓ આટલા તૈયાર નથી તેવાઓને પ્રથમ તો હું સાત્વિક થવાની ભલામણ કરું છું. કારણ કે સાત્વિક મનુષ્ય જ્યારે મારા ભણી જોતાં શીખે છે. ત્યારે તે તુરત સાત્ત્વિકતાની કાંચળીને પણ ફેકીને મારા ભણી ચાલ્યા આવે છે.
પરંતપ ! સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણનાં લક્ષણો તો હું આપી ગયો છું. પરંતુ જ્યારે એ ગુણ સાથે શ્રદ્ધામય પુરુષ ભળે છે, ત્યારે એ માત્ર વ્યાવહારિક કાર્યો જ નહિ, પરંતુ ધાર્મિક કાર્યો તરફ પણ પ્રેરાય છે. ધાર્મિક કાર્યોમાં કરૂઢિઓનો તો હું પ્રથમથી જ વિરોધ કરીને યજ્ઞ, દાન અને તપનો મર્મ સમજાવી ગયો છે. છતાં અહીં એવાં યજ્ઞ, દાન, તપ કે ઈતર ધર્મક્રિયાઓ થાય છે, તે પૈકી સાત્ત્વિક, રાજસી અને તામસી કોને કોને કહેવાં એ તને સમજાવું. આથી તારા ઉપલા પ્રશ્નનો ઉકેલ આવી જશે. પણ તે પહેલાં સાત્ત્વિક, રાજસી અને તામસી પૈકી તે લોકો કોને પૂજે છે અને તે પૈકીના કોને કેવા ખોરાક પ્રિય છે, તે પણ કહી દઉં. કારણ કે જેમ ‘’ શબ્દોચ્ચારથી મનની શુદ્ધિનો સંભવ છે, તેમ સાત્વિક ખોરાકથી પણ પવિત્ર વિચારનો સંભવ છે. સાત્ત્વિકો દેવપૂજક એટલે કે દિવ્યતાના પૂજારી છે. રાજસી યક્ષરાક્ષસના પૂજારી એટલે કે લૌકિક અર્થના પૂજારી છે. અને તામસી લોકો તો ભૂતપ્રેતના પૂજારી હોઈને વહેમ, પામરતા અને લાલચવેડાની પ્રતિમા જેવા અને ચંચળ હોય છે. એટલું એ લોકોની સ્થિતિગતિ પરત્વે કહી હવે તેમના ખોરાક તથા ધર્મક્રિયા પરત્વે કહીશ. કે કેટલાક લોકો અપથ્ય ખોરાક લઈને અકાળ મૃત્યુ નોતરે છે, તેવું અકાળ મૃત્યુ ઉપરના સાત્ત્વિક આહારવાળાને અશકય છે. આરોગ્ય, સુખ અને પ્રીતિ પણ સાત્ત્વિક આહારવાળાનાં ઠીકઠીક વધે છે.
તીખા તમતમતાં અત્યંત દાહક નાણાં ખાધા પછી શોક, દુઃખ અને વ્યાધિ ઉત્પન્ન કરનાર નીવડે છે. તે પચવામાં કઠણ અને કામરાગ વધારનાર બની ઉન્નતિ-પ્રગતિમાં બાધ કરે છે.
અત્યંત વાસી. એઠાં અને અભક્ષ્ય નાણાં અધમ વિચારોને ઉશ્કેરીને મહામોહના ખાડામાં નાંખે છે. પવિત્ર વિચાર, પવિત્ર વાણી અને પવિત્ર કર્મના ઈચ્છનારે એવાં નાણાં તજવાં જ જોઈએ.