________________
૪૦૦
ગીતા દર્શન
હે ભગવન્! તું પરબ્રહ્મ છે, પરંધામ છે, પરમ પવિત્ર છે. સર્વે ઋષિઓ, દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ તને (સાંખ્યશાસ્ત્રમાં બતાવેલાં પચીસ તત્ત્વોમાં) પુરુષ, અનંત, દિવ્ય, (જૈનસૂત્રો પ્રમાણે) આદિદેવ, અજ( કદી નહિ જન્મવાના સ્વભાવવાળા) અને વિભુ (એટલે જ્ઞાનદષ્ટિએ સર્વવ્યાપીસમર્થ-રૂપે (જેમ) બોલે છે (તમ) તું પણ મને કહે છે.
(એટલે) હે કેશવ ! (બ્રહ્મા અને મહેશથી-મહાદેવથી પણ વિશેષ) તું જે મને કહે છે, તે હું સત્ય માનું છું. ભગવન્! તારી અભિવ્યકિતને દેવ કે દાનવ જાણતા નથી.
હે પુરુષોત્તમ ! હે ભૂતભાવન! હે ભૂતેશ! હે દેવના દેવ ! હે વિશ્વપતિ! તું પોતે પોતાના આત્માને આત્માથી જ જાણે છે.
(માટે મારી ઈચ્છા એ છે, કે) તું જે વિભૂતિને લીધે લોકોને વિશે વ્યાપી રહ્યો છે, તે દિવ્ય આત્મવિભૂતિઓને જ સમગ્ર રીતે મને કહેવા જોગ છો.
હે યોગી ! હું હમેશાં બરાબર ચિંતવતો થકો તને કેમ ઓળખું? અને હે ભગવન્! ક્યા ક્યા ભાવોમાં તું મારા વડે ચિંતન કરવા યોગ્ય છે?
(આ રીતે ) આત્માનો યોગ અને વિભૂતિ, એ બન્નેને હે જનાર્દન ! (દુતાના હણનાર અગર જનકલ્યાણના કરનાર) તમે ફરીથી કહો, કારણ કે એ અમૃતને સુણતાં મને તૃપ્તિ થતી જ નથી.
નોંધ : નારદ ઋષિ મર્યલોકમાં અને દેવલોકમાં પણ જા-આવ કરતા, માટે એમને દેવર્ષિ કહેવાયા છે. બીજા તે કાળના ઋષિઓમાં અસિત, દેવલ અને વ્યાસ એ પણ મોટા ઋષિઓ હતા. (જ્ઞાનેશ્વર મહારાજ દેવલને વ્યાસજીનું વિશેષણ ગણે છે, અન્ય ઋષિ નહિ.) આ ઋષિઓ આજ લગી અર્જુનને જે સ્વરૂપની વાત કરતા, તે જ સ્વરૂપ શ્રી કૃષ્ણગુરુએ સ્વમુખે કહ્યું, એટલે અર્જુનને પૂરી પ્રતીતિ થઈ, કે શ્રીકૃષ્ણનાં બે સ્વરૂપો છે: (૧) આંતરસ્વરૂપ, અને (૨) બાહ્યસ્વરૂપ.
આંતરસ્વરૂપ એ જ પરબ્રહ્મ, પરંધામ અને પરમ પવિત્ર તત્ત્વ છે, સાંખ્યો તેને પુરુષ કહે છે. જૈનો એને આદિદેવ કહે છે. વેદાંત જેને અજ અવિનાશી કહે છે; વૈશેષિકો, નૈયાયિકો આદિ જેમને વિભુ કહે છે; મીમાંસકો જેમને દિવ્ય કહે છે; તે બ્રહ્મા છે, વિષ્ણુ છે અને શંકર પણ તે જ છે. વસ્તુતઃ તે સર્વ એક જ છે,