________________
અધ્યાય દસમો
૪૦૧
માત્ર નામભેદે, ભેદ ભાસે છે, દષ્ટિભેદે ભેદ ભાસે છે, વિચારભેદે ભેદ ભાસે છે.
પણ એ આવિર્ભાવને દેવદાનવો પણ જાણી શકતા નથી. સાતમા અધ્યાયના ચોવીસમાં શ્લોકમાં પણ વ્યકિત” શબ્દ આવ્યો હતો. અહીં પણ વ્યકિત” શબ્દ આવ્યો છે. ત્યાં વ્યકિતનો અર્થ બાહ્યદષ્ટિએ દેખાય તેવી ચીજ, અને અહીં વ્યકિતનો અર્થ સ્વરૂપ લીધો છે.તે એ દષ્ટિએ, કે ત્યાં વ્યકિતને પામેલો એવું ભૂતકૃદંત જોડાયેલું છે અને અહીં વ્યકિત” શબ્દ માત્ર કર્મરૂપે એકલો છે, અને નથી જાણતા એ ક્રિયાપદ સાથે એનો સંબંધ છે.
હવે અર્જુને બીજીવાર વાપરેલાં વિશેષણોનો ખ્યાલ કરીએ: (૧) પુરુષોત્તમ – આ વિશેષણ વાપરીને તે પસ્વરૂપની યાદી આપે છે. (૨) કેશવ - આ વિશેષણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ; કે સૃષ્ટિના ઉત્પત્તિ, સ્થિતિ અને લયસ્વરૂપમાં પણ નિસ્વરૂપે સ્થિર છે તે બતાવે છે. (૩) ભૂતભાવન - ભૂતોના જનક એટલે કે જીવ, મૂળે પરસ્વરૂપનો જ જોડાયેલો ભાગ છે, માત્ર કર્મ અથવા માયાનો સંગ હોઈને જુદો ભાસે છે તેમ આ વિશેષણ બતાવે છે. (૪) ભૂતેશ - આ વિશેષણ આખા જગતના દેહધારી કરતાં વિશુદ્ધ આત્માનું સામર્થ્ય બતાવે છે. (૫) જગત્પતિ - આ વિશેષણ વિશ્વનું સ્વામિત્વ બતાવે છે, એટલે એ દૃષ્ટિએ સૃષ્ટિની ઘટમાળમાં પણ ચૈતન્યનો પ્રકાશ જ સર્વોપરિ ભાગ ભજવે છે, તે બતાવે
(૬) દેવદેવ - આ વિશેષણ આત્માને દેવનો પણ ઉપાસ્ય માની દેવપૂજા કરતાં આત્મપૂજા જ ઊંચી છે તેમ બતાવે છે. (૭) જનાર્દન - એ વિશેષણ જનકલ્યાણકારી ભાવ સૂચવે છે. કારણ કે માયાને દ્રવિત કરનાર અથવા દુષ્ટતાનું દલન કરનાર એવો એનો અર્થ છે. આ પરથી જનકલ્યાણની ભાવના સાથે આત્મકલ્યાણ જોડાયેલું છે એમ સહેજે સમજાશે. જે આત્માર્થી છે તે પરમાર્થી હોય જ, અને જે પરમાર્થી હોય તે આત્માર્થી બને જ. ખરા અર્થમાં જગહિત અને આત્મહિત બન્નેનો સમન્વય છે જ, ન હોય તો તેટલી ઊણપ જાણવી. આ વિષે અગાઉ કહેવાયું છે.
આ બધાનો સાર એ છે કે આત્મયોગ તે યોગ, અને વિભૂતિ તે પોતાના પ્રકાશપુંજમાંથી કરોળિયાની જાળની જેમ થયેલો આત્માનો આવિષ્કાર.