________________
ગીતા દર્શન
આમ મૂળે યોગદ્દષ્ટિએ આત્મા એક છે, છતાં વિભૂતિની દૃષ્ટિએઆવિર્ભાવની દૃષ્ટિએ - જીવ, સૃષ્ટિ અને એને લગતાં બીજા તત્ત્વો અપાર છે.
૪૦૨
શ્રીકૃષ્ણગુરુ પાસે આ બન્ને પ્રકારનું યથાર્થ જ્ઞાન હતું, એ અર્જુને સાંભળ્યું. અને યોગ માટે તો સાધનાની સમજ પણ એને પડી ગઈ. પણ જગતમાં આવિર્ભાવ પામેલું આત્મસ્વરૂપ તેને કઈ કઈ વસ્તુમાં કેવી રીતે ચિંતવવું તે અર્જુનનો સવાલ છે. અને હવે શ્રીકૃષ્ણગુરુજી એ પ્રશ્નનું સમાધાન કરતાં જે કહે છે તે જોઈએ :
श्रीकृष्ण उवाच ।
दिव्या ह्यात्मविभूतयः ।
हंत ते कथयिष्यामि प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यंतो विस्तरस्य मे || १९|| गुडाकेश सर्वभूताशयस्थितः ।
अहमात्मा
अहमादिश्च मध्यं च भूतानामंत एव ૬ || ૨૦ || શ્રીકૃષ્ણ બોલ્યા :
ભલે તને હું ભાખીશ આત્મવિભૂતિ દિવ્ય જ; મુખ્ય મુખ્ય કુરુશ્રેષ્ઠ વિસ્તારે તો અનંત એ. ૧૯ હું છું આત્મા ગુડાકેશ ! સૌ પ્રાણી અંતરે રહ્યો; અને હું આદિ ભૂતોનો મઘ્ય તેમ જ અંત હું. ૨૦
(અહો) ભલે, કુરુશ્રેષ્ઠ (કુરુકુળમાં ઉત્તમ એવા અર્જુન ! તારી પાત્રતા જોઈને મને જરૂર કહેવાનું મન થાય છે, પણ જે) આત્મ-વિભૂતિઓ દિવ્ય જ છે, તેના વિસ્તારનો તો અંત જ આવે તેમ નથી. માટે તને હું મુખ્ય મુખ્ય છે તે કહીશ.
(પ્રથમ તો સાંભળ, ગુડાકેશ ! (નિદ્રાને જીતનાર ) ! હું સર્વ ભૂતમાત્રના અંત૨માં વસી રહ્યો છું, (તોય દેહીના દેહ ટળવા છતાં હું તો સદાય તેવો ને તેવો છું, એટલે કે વળી હું ભૂતોનો આદિ છું, મઘ્ય છું અને અંત છું. (મતલબ કે ભૂતોમાં રહેવા છતાં મારું ત્રિકાલાબાધિત અવિનાશી સ્વરૂપ એમ જ જળવાઈ રહ્યું છે, આટલું મારા યોગનું રહસ્ય તને ફરીને કહ્યું. હવે મારી વિભૂતિ વિશે કહું છું.)
નોંધ : આત્મવિભૂતિને 'દિવ્ય' વિશેષણ લાગેલું અગાઉ પણ આપણે જોયું અને અહીં પણ જોયું. એનો અર્થ એ છે કે આત્માના દૈવી સ્વરૂપમાં જ આવિર્ભાવ અને વિભવને અવકાશ છે. પરમાત્મસ્વરૂપમાં એ અવકાશ છે જ નહિ.