________________
અધ્યાય સાતમો
૩૧૭
શ્રીકૃષ્ણ બોલ્યા : ચોંટયું મન હુંમાં, મારે આશ્રયે યોગ યોજતો; પાર્થ ! પૂરો મને નક્કી, જેમ જાણીશ તે સૂણ. ૧ વિજ્ઞાનયુકત આ જ્ઞાન, પૂર્ણપણે કહું તને, જે જાણ્યથી પછી લોકે, બીજાં રે” કે ન જાણવું. ૨ સિદ્ધિ સારુ મથે કોઈ, હજારો માનવી મહીં;
મથતા સિદ્ધમાંથી કો, તત્ત્વથી જાણતો મને. ૩ હે (પૃથાના પુત્ર) પાર્થ! (તારા મનની આસકિત બીજી રીતે નહિ જાય તોયે કંઈ વાંધો નથી. એ મનની આસકિતને મારામાં જોડી દે અને બીજું કંઈ ન કરી શકે તો) મને વળગી જા. એમ કરવાથી) મને પૂરેપૂરો તું કેમ જાણી શકીશ તે (હું હવે તને કહું છું) સાંભળ.
(મને પૂરેપૂરો જાણવો એટલે મારાં આ સ્થળ કાર્યો કે શરીરની ઓળખાણ કરવી એમ રખે સમજતો ! પાર્થ, એ રીતે તો તું મને નખથી શિખા લગી જાણે છે જ, પરંતુ મારી બીજી બાજુ તારાથી સાવ અજાણી છે. તે બાજુ અંતરના વિકાસ પછી જ જાણી શકાય છે. પણ હવે તો તારી એ બાજુ સમજવાની યોગ્યતા મેં જોઈ લીધી છે. એટલે જ) વિજ્ઞાન સહિત આ જ્ઞાન હું તને (વાણીમાં કહી શકાય તે રીતે, પ્રેરણાપૂર્વક) પૂરેપૂરી રીતે કહીશ કે જે જાણ્યા પછી જગતમાં બીજાં કશું જાણવાનું બાકી નહિ રહે. (તત્ત્વથી મને જાણી લીધો-એટલે કે યથાર્થ રીતે આત્માને ઓળખી લીધો હોય તો ચારિત્ર આપોઆપ આવે છે. બોલ, પછી બાકી શું રહ્યું? માટે જ કહું છું:પરંતપ ! હજારો મનુષ્યો પૈકી કોઈ વિરલ જ આવી સિદ્ધિ સારુ (આત્મસિદ્ધિ માટે) પ્રયત્ન કરે છે. બાકી તો મોટો ભાગ લૌકિક સિદ્ધિના ફંદામાં જ ફસ્યો રહે છે. અને કેટલાક તો આળસુનો પીર જ હોય છે.)
હવે, આત્મસિદ્ધિ સારુ પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જ મને વાસ્તવિક રીતે-ખરેખરી રીતે-ઓળખી શકે છે. એવી મહાપ્રયત્ન પછી પ્રાપ્ત થતી 4 આજે તારી આગળ કહું છું. સાંભળ).
નોંધઃ આપણે ઉપોદ્દઘાતમાં કહી ગયા, એ રીતે જવાબદારીપૂર્વક શ્રીકૃષ્ણચંદ્ર (જ્ઞાનવિજ્ઞાન યોગ” શરૂ કરે છે, અને અર્જુન એકચિત્તે એકાકાર થઈને સાંભળે છે.