________________
૩૪૪
ગીતા દર્શન
છીએ. આનો સાર વાચક તો એટલો જ છે કે જે ભાવ હમેશાં સંભાર્યો હોય કે જે ભાવમાં મન અને બુદ્ધિનું સર્વ સમર્પણ કરીને જીવને ખૂંચાડયો હોય, તે ભાવ અચાનક કે અકસ્માત સમયે પણ આવે જ. કારણ કે પછી તે ભાવ મજબૂત રીતે ટેવરૂપ થઈ જાય છે. માટે સાધકે એવા ચિંતનીય અંતરાત્મભાવનું ચિંતન સદાકાળ રાખવું જોઈએ અને કર્મોથી ન ડરતાં લાલસા વાસનાથી જ ડરવું જોઈએ. જે સ્થૂળ છે તે વિનાશી જ છે, પરિવર્તનશીલ છે માટે એવી નાશવંત ક્રિયા પરથી જ સિદ્ધાંત ન બાંધી શકાય. કારણ કે સિદ્ધાંત અવિનાશી તત્ત્વની કસોટી પર જ બંધાવો જોઈએ. આવી કસોટી વિષે શ્રીકૃષ્ણ મુખેથી પૂબ જ કહેવાઈ ગયું. હવે શ્રીકૃષ્ણગુરુએ અર્જુનપણે જેમ યુદ્ધની વાત કરી તેમ બીજા સાધકોપક્ષે બીજી સાધનાની વાત પણ કરી છે. અને અર્જુનપક્ષે જેમ શ્રીકૃષ્ણનું ચૈતન્યસ્વરૂપ ઉપાસ્ય પ્રભુતુલ્ય છે તેમ ઈતર સાધકપક્ષે બીજું (ગુરુ અગર પોતાના દેહમાં રહેલું) પરસ્વરૂપ પણ ઉપાસ્ય છે જ એમ સમજાવે છે. એથી સૌ કોઈ માત્ર યુદ્ધની ક્રિયાને જ સાધન અને શ્રીકૃષ્ણ શરીરને જ એકાંતે સાધ્ય ન માની બેસે ! તેમ અર્જુન પણ યુદ્ધને અંતે બીજી ક્રિયાઓ કરવામાં આવા સાધનસાધ્યના એકાંતપણામાં ન રાચતાં બીજી રીતે સાધ્યને અનુલક્ષીને શ્રીકૃષ્ણ શરીરની ગેરહાજરીમાં) સાધના કરી શકે. અહીં જ ગીતામાં અનેકાંતવાદપણું અને વ્યાપકભાવ કેવાં છે તે ચોખ્ખી રીતે દેખાઈ આવે છે.
अभ्यासयोगयुक्तेन चेतसा नाऽन्यगामिना । परमं पुरुषं दिव्यं याति पार्थऽनुचिन्तयन् ॥८॥ યોગયુકત ઘડાયેલા, એકલક્ષીય ચિત્તથી;
પાર્થ ! ચિંતવતો પામે પર દિવ્ય પુરુષને. ૮ હે પાર્થ ! વારંવારના અભ્યાસ વડે સ્થિર થઈ ગયેલા અને તેથી કરીને) બીજે કયાંય ન દોડતા એવા ચિત્તદ્વારા જે એક ધ્યાન ધરે છે તે પર તેજસ્વી, એવા (હું અગાઉ કહી ગયો તેવા અક્ષર પર) અવિનાશી સ્વરૂપને પામે છે.
નોંધ : આપણે ગઈ નોંધમાં કહી ગયા તેમ જ સ્વરૂપ અંતરાત્માથી પણ પર છે એટલે મુકતાત્માઓનું જ જે સ્વરૂપ છે, તે સ્વરૂપ પણ ક્રમેક્રમે પમાય જ છે. માત્ર સાધના સાચી જોઈએ. પછી સાધક કે ઉપાસ્યપાત્ર ગમે તે હો !