________________
૩૩૦
ગીતા દર્શન
ઈચ્છે જે જે રૂપે જે જે, ભકત શ્રદ્ધાથી પૂજવા; તેની તેની જ તે રૂપે, હરે શ્રદ્ધા હું નિશ્ચળ. ૨ ૧ તે શ્રદ્ધા થકી તે યુકત, ઈચ્છે તેની ઉપાસના; ને તેથી મેળવે કામો જે મારા જ રચેલ છે. ૨૨ તેવા અલ્પજ્ઞ જે પામે, તે ફળ નાશવંત છે;
મારા ભકતો મને પામે, દેવોને દેવપૂજકો. ૨૩ (સાંભળ! પાર્થ, હું અગાઉ કહી ગયો તેમ) તે તે (જુદી જુદી જાતની) કામનાઓથી જેનું જ્ઞાન હરાઈ ગયું છે, એવા લોકો તેમાંના પણ ઘણા ઉપાસનામાં તો માને છે અને કરે પણ છે, પરંતુ તે લોકો) પોતાની પ્રકૃતિથી બંધાયેલા હોઈને (જ જે જાતની કામના એમણે રાખી હોય તેવી તેવી જાતના બીજા દેવોને તેઓ તે તે દિવોને આરાધવાનો વિધિ હોય તે મુજબ) નિયમો પાળીને ઉપાસે છે.
આવી ઉપાસનાને પણ આત્માનો અથવા મારો ટેકો એટલા સાર મળે છે કે એ દ્વારા પણ શ્રદ્ધાનું તત્ત્વ-એકાગ્રતાનું તત્ત્વ કે જે મોક્ષમાર્ગમાં બહુ ઉપયોગી છે-તે ખીલે છે. એટલે એ ખીલવવા માટે જે જે ઉપાસક જે જે સ્વરૂપે દેવતા રૂપે) પણ જો શ્રદ્ધાપૂર્વક પૂજવા ઈચ્છે, તો તે ઉપાસકની તે પ્રકારની) શ્રદ્ધા હું દઢ કરું છું.
આવી દઢ શ્રદ્ધાથી જોડાયેલો તે ઉપાસક તે તે સ્વરૂપની આરાધના કરવા (તથી લલચાઈને) ઈચ્છે છે અને તેને પરિણામે, પોતાની શ્રદ્ધા-એકાગ્રતા-ને પરિણામે, તેમની કામનાઓ (ઈચ્છાઓ) પાર પડે છે. કે જે મેં જ રચેલી હોય છે.
(પણ હે ભારત! એ અલ્પજ્ઞ લોકોને જે ફળ મળે છે, તે નાશવંત જ હોય છે. (એટલે એક કામના પાર પડી કે બીજી સેંકડો તૈયાર જ હોય છે. પણ બાપડા અલ્પજ્ઞ હોઈને પૂર્ણરૂપ એવા મને ભજી શક્તા નથી. વળી પાછા ફરીને દેવોને જ ભજે છે. એટલે વળી નાશવંતું જ ફળ ઘણા પ્રયત્નને અંતે ફરી પામે છે, કારણ કે એ સનાતન નિયમ છે કે જે જેને ઉપાસે, તે વધુમાં વધુ તેને જ પામી શકે, એ રીતે) દેવપૂજકો દેવોને જ પામે છે પણ મારા ભકતો તો મને પણ પામે છે. (હું મળ્યો પછી દેવો કયાં બાકી રહ્યા, કારણ કે દેવોમાં જે દૈવત છે તે મારે લીધે જ છે.)
(અર્જુન ! તું અચંબો પામે છે, ખરું? જો ભાઈ, સીધી વાત કેમ ઊંઘી થાય છે તેનું કારણ હવે તને કહું?)