________________
અધ્યાય સાતમો
૩૨૯
હોવાથી એ જે કંઈ ફળાસકિત રહિત કર્તવ્યકર્મ કરે છે તે કર્મ સહેજે પ્રેમપૂર્વક કરી શકે છે. અને જ્યાં સર્વત્ર વાસુદેવમય” એટલે કે આત્મમય દીઠું ત્યાં ભકિત પાછળ બીજો હેતુ પણ શો હોઈ શકે ! ખરેખર, ગૃહસ્થ હોય તોય એ મહાત્મા છે અને સંન્યાસી હોય તો તો ખરો મહાત્મા છે જ. મીરાંબાઈના શાલિગ્રામવાળા ગિરિધર આત્મદષ્ટિ પ્રગટયા પછી સર્વત્ર દેખાયા એ જગજાહેર છે.
વસનો અર્થ જૈનસૂત્રોમાં પ્રાણ” કરવામાં આવ્યો છે, અને તેના દેવ એટલે કે વાસુદેવ'નો અર્થ 'આત્મા' પણ થઈ શકે છે. જો કે અહીં તો અર્જુનને ઉદ્દેશીને શ્રીકૃષ્ણજી કહે છે એટલે સીધો અર્થ એ થાય છે, કે તું એલા મારા દેહમાં જ મને ન જો. બધે સ્થળે મને જો. બધે સ્થળે કોઈ પણ વ્યકિતને જોવી એનો અર્થ જ એ થયો કે વ્યક્તિમાં રહેલું ચેતન સ્થાયીતત્ત્વ સર્વત્ર છે એ દષ્ટિએ જોવું. એટલે કોઈ પણ સાધકને હવે કશી શંકા ન રહેવી જોઈએ.
આવી સાધના ઘણા જન્મોના અભ્યાસ અને સુટેવોનું ફળ હોય છે, એમ કહી શ્રીકૃષ્ણ મહાત્મા અર્જુનને દિલાસો અને પ્રેરણા પણ આપી ગયા. હવે એની એ શંકા તો મટી જ ગઈ કે 'જ્ઞાનીને ઉત્તમ શાથી કહેવામાં આવે છે અને ખરા જ્ઞાનીનાં લક્ષણ શાં છે.”
હવે આત્માને ન ભજનારા બીજા કોઈ દેવતાને ભજે છે અને છતાં તેમને ઈચ્છા પ્રમાણે ફળ પણ ઘણીવાર મળે છે, તો તે શાથી? અને દેવતાઓનો આત્મા સાથે શો સંબંધ છે? તે શંકાનું સમાધાન આપતાં શ્રીકૃષ્ણજી કહે છે :
कामैस्तैस्तैर्हतज्ञानाः प्रपधन्तेऽन्यदेवताः । तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥ २० ॥ यो यो यां यां तनुं भक्तः श्रद्धयाचिंतुमिच्छति । तस्य तस्याचलां श्रद्धां तामेव विदाम्यहम् ॥ २१ ॥ स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते । लभते च ततः कामन्मयैव विहितानहितान् ॥ २२ ॥ अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेघसाम् । देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि || २३ ।। તે તે કામે હર્યું જ્ઞાન, જેથી સ્વપ્રકૃતિવશે; તે તે નિયમ પાળી તે ઉપાસે અન્ય દેવને. ૨૦