________________
૩૨૮
ગીતા દર્શન
સૌએ સારા છતાં જ્ઞાની, મારો આત્મા જ મેં ગયો; રહેલો તે જ યુકતાત્મા - અજોડગતિ હું વિષે. ૧૮ ઘણા જન્મો પછી જ્ઞાની મને પ્રાપ્ત કરી શકે;
દુર્લભ તે મહાત્મા છે, જે જાણે વાસુદેવ સૌ.' ૧૯ (હે ધનંજય ! તે પૈકી જ્ઞાની છે, તે ચડિયાતો છે કારણ એ છે કે તે હમેશાં મારી ભકિતમાં જ જોડાયેલો રહે છે. તેથી જ કહું છું કે, તેઓમાંનો જે જ્ઞાની સદાયુક્ત (નિત્યયોગી-હમેશાં આત્માને વિષે જાગતો છે તે) અને એક (આત્મા)ને જ ભજનારો છે (એટલે કે બીજી કશી અપેક્ષા રાખતો નથી, માત્ર આત્મવિકાસને માટે જ પ્રભુને ભજે છે) તે જ્ઞાની શ્રેષ્ઠ છે. એવા જ્ઞાનીને હું (આત્મા) પણ ઘણો વહાલો છું, અને મને (આત્માને) તેય વહાલો છે.
(પણ અર્જુન! આથી તારે એમ ન સમજવું કે બીજા ભકતો સારા નથી. સૌ સૌને સ્થાને સારા છે. પરંતુ ઉપર કહ્યો તે) જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો અભિપ્રાય છે. કારણ કે મને જ એક પોતાની ગતિ (પોતાનું ધ્યેય) માનીને હું વિષે આત્માથી આસ્થાપૂર્વક તે જોડાયેલો રહે છે.
(ભારત ! આવી સ્થિતિ કાંઈ સહેલી નથી.) ઘણા જન્મો પછી જ જ્ઞાનવંત પુરુષ (આ રીતે) મને પામે છે. (અરે પરંતપ ! ખરી રીતે મને પામવો-મારે શરણે આવવું એટલે માત્ર મારે ખાતર દેહ અર્પી દેવો કે કમળપૂજા કરી લેવી એટલું બસ નથી. મને પામવાનો ખરો અર્થ એ છે કે મેં ઉપર કહ્યું તેમ જગતમાં જ્ઞાન અને વિજ્ઞાન અનુભવવું. એટલે કે આત્મા જ્યાં સર્વોપરી છે એવું આ સર્વ (જગતો મારામય સમજવું. આવી દષ્ટિ જ ખરી જ્ઞાનદષ્ટિ કહેવાય. જેમ લાલરંગી ચમાં ચડાવ્યા પછી જગત આખું લાલ લાગે છે, તેમ આત્મદષ્ટિ પામ્યા પછી એ પુરુષને આખું જગત બ્રહ્મમય લાગે છે. માટે જ કહું છું કે, જે "વાસુદેવમય જ સૌ” એમ જાણે છે, તેવો મહાત્મા બહુ દુર્લભ છે.
નોંધ : અનુવાદમાં આટલી ચોખવટ થયા પછી સૌને સમાધાન મળી રહેશે. શ્રીકૃષ્ણ મહાત્મા કહે છે કે, 'મારો અનન્ય ભક્ત મારા આત્માતુલ્ય છે અને એને જેમ હું ઘણો પ્રિય છું તેમ તે પણ મને પ્રિય છે જ.' - એનો બીજો અર્થ એ થયો કે જે ખરો આત્મભકત છે તે પરમાત્મભક્ત પણ છે જ. જે જેને ચાહે તે તેને પોતા ભણી ખેંચે એ કુદરતી નિયમ છે. એટલે એવા ભકતનું ધ્યેય માત્ર આત્મવિકાસ જ