________________
૫૪૦
ગીતા દર્શન
હોઈ શકે? એ એમના મિથ્યા વાણીવિલાસમાં હાજી હા કરનાર જડવાદી ઘર્મોપદેશકો - ધનલાલચુ ખુશામતિયાઓ પણ મળી રહે છે. એટલે એના જડવાદી લક્ષ્યમાં દૃઢતા આવે છે. જે ચૈતન્યવાદી ધર્મપ્રેમીઓ ને ધનસત્તાના અલાલચુ ખરા સમર્થ પુરુષો હોય છે, તેમને તો એવા કૂપમંડૂકો નિહાળી શક્તા જ નથી, એટલે એમના મતમાં ભળનારો બીજો પણ વર્ગ નીકળે છે. આથી શાસ્ત્ર કે પુરુષનો સંગ તો એમને અળખામણો જ થઈ પડે છે. અને પોતે જ જાણે કે ધર્મનાં પૂતળાં હોય એમ માની અક્કડપણે અને સ્વચ્છેદે વર્તે છે. એ વર્ગ આપોઆ૫ માંહોમાંહે પોતાને સજ્જન મનાવી લે છે. - પ્યારા ધનંજયપરિણામ તો હું અગાઉ કહી ગયો છું તે જ આવે છે. તું કદાચ રખે માનતો કે આલોકમાં પણ તે સુખી હોય છે ! ના રે ના. પ્રલય જેવડી લાંબા કાળની ચિંતા એના દેહમાં ઘર જમાવી બેઠી હોય છે. અનેક પ્રકારના ભ્રમો એના ચિત્તને વીંટળાઈ રહ્યા હોય છે. મોહ, કામ, ક્રોધ, દંભ, દર્પ, અભિમાન, નિર્દયતા અને અજ્ઞાનના ચોકઠામાં એનો આત્મા પુરાઈ ગયો હોય છે. આવા આશાબદ્ધને સુખ અને શાંતિ કેવાં ? જેમ જિંદગીને અંતે નરક એમને સારુ તૈયાર છે, તેમ જીવતું દોજખ તો એમને માટે હરહંમેશ તૈયાર હોય છે.
કોમળહૃદયી કૌતેય ! તારે માટે જરૂર એ દયા ખાવા જેવા લોકો છે. જો તેઓ કામ, ક્રોધ અને લોભની ત્રિપુટીથી મુક્ત થાય તો જરૂર આત્મલ્યાણ સાધી છેવટે પરંગતિ પામે. પરંતુ એમની દ્રષ્ટિનો જડવાદ એવો હોય છે, કે તેઓ પોતાના અને પરના દેહમાં રહેલા મૂળ આત્મતત્વના જ દ્રષી અને ઈર્ષ્યાળુ હોય છે. ત્યાં બીજો શો ઉપાય ?
પ્રિયતમ પાર્થ ! માટે તારે ખૂબ કાળજીપૂર્વક એ કામ, ક્રોધ અને લોભારૂપ નરકકારથી સતત અલિપ્ત રહેવું, અને જડ દુષ્ટિવાદની છાયાથી તો છેક જ છેટા રહેવું.
મહાબંધનનું મૂળ જડ દ્રષ્ટિવાદ છે.
ધીરો થા, અર્જુન ! તારી છેવટની શંકાનું પણ સમાધાન કરી દઉં, જ્યાં સદગુરુની જોગવાઈ ન હોય અથવા આત્માની પૂરી સ્થિરતા ન હોય, ત્યાં આત્મકલ્યાણ અને પરંપદના ઈચ્છકે શાસ્ત્રનો આધાર લેવો, તે પણ સદ્ગુરુ કે સત્ય પ્રેરકપણાની ગરજ સારે છે. પણ સ્વચ્છંદી તો કોઈએ ન જ થવું. સ્વછંદને લીધે જ આસુરી લોકો બિચારા ઊગરતા નથી. સ્વચ્છંદનો આશ્રય લેનાર