________________
૩૯૪
ગીતા દર્શન
સંસારયુક્ત કરવાનો પ્રયત્ન કરવો જ સારો છે :
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् । असंमूढः स मर्येषु सर्वपापैः प्रमुच्यते ॥ ३ ॥ અજ અનાદિ જે જાણે, લોક મહાપ્રભુ મને;
ને મર્યોમાં અસંમૂઢ, સર્વ પાપો થકી છૂટે. ૩ મને અજ, અનાદિ અને લોકના મહાપ્રભુ તરીકે જે ઓળખે છે, તે (આ મર્યલોકમાં વસતા) માણસોમાં અસંમૂઢ (એટલે કે જ્ઞાની) છે, અને તે સર્વ પાપોથી છૂટી જાય છે.
નોધ : એટલે જ્ઞાનનો સાર જ આટલો કે આત્મા લોકમાત્રનો મહાપ્રભુ છે, તે કદી જમ્યો નથી, માટે તેનો આદિ પણ નથી. આટલો સાર જે પામ્યો, તે મરણમાં નહિ મૂંઝાય, અને નિત્યજીવનનો સતત અનુભવ કરી સર્વ પાપોથી મુક્ત થઈ જશે. ભ. બુદ્ધદેવે પણ પોતાના શિષ્યોને એ જ જાતનો જવાબ આપ્યો છે, કે આત્મા મૂળે કેવો?' એ જાણવાની ચિંતા કરવા કરતાં જે સાધનાથી આત્મા મળે તે સાધના જ આદરી ઘો. આપોઆપ આત્મા જડશે. - હવે સવાલ એ થાય છે કે જે અસંમોહ જ્ઞાન કહ્યું, તે ભાવ કોનો? એનો જવાબ આપતાં કહે છે કે તે પણ આત્માનો જ ભાવ છે.
बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥४॥ अहिंसा समता तुष्टिम्-तपो दानं यशोऽयशः । भवंति भावा भूतानां मत्त एव पृथग्विधाः ||५|| દમ, શમ, ક્ષમા, સત્ય, બુદ્ધિ, જ્ઞાન, અમૂઢતા; અહિંસા, સમતા, દાન, સંતોષ, યશ ને ત૫. ૪ ભયાભય, સુખો, દુઃખો, જન્મમૃત્યુ, અકીર્તિએ;
ઊઠે હંથી જ; ભૂતોના ભાવ એમ જુદા જુદા. ૫ (હે ભારત !) ૧. બુદ્ધિ, ૨. જ્ઞાન, ૩. અમૂઢપણું, ૪. ક્ષમા, ૫. સત્ય, . દમ (ઈન્દ્રિયનિગ્રહ), ૭. શમ(મનનો સંયમ), ૮. અહિંસા, ૯. સમતા, ૧૦. સંતોષ, ૧૧. તપ અને ૧૨. દાન; એમ (ઉચ્ચ કોટિનાં સાધનો રૂ૫) ભાવ પણ