________________
અધ્યાય દસમો
૩૯૫
ભૂતોમાં દેખાય છે તે મારાથી જ ઊઠે છે.
અને એ જ રીતે યશ-અપયશ, ભય-અભય, સુખ-દુ:ખ અને જન્મ-મૃત્યુનાં જોડલાં પણ મારા થકી જ છે. મતલબ કે) ભૂતોમાં (જે) જુદા જુદા ભાવો ઊઠે છે, (ત મારે લીધે જ છે.)
નોંધ : આ બે શ્લોકથી એમ ફલિત થયું, કે ઉચ્ચકોટિનાં સાધન-સંપત્તિ આત્મભાવમાંથી જ જન્મે છે. એટલે જેણે આત્મા જાણ્યો, તેને માટે એ સહજ છે, અને જેણે નથી જાણ્યો, તેને એ સાધના દ્વારા પામવો સાવ સહેલો છે. કારણ કે તે સાધનો પણ આત્મરૂપ સાધ્યના અંશરૂપ છે. દા. ત. અહિંસાના પાલકને જે શાન્તિ મળે છે, તે આત્માના ઘરની જ શાન્તિ હોય છે. સમતા જે ક્ષણે રહે છે, તે ક્ષણે આત્માનંદ જ મળે છે. ઈન્દ્રિયદમન વિવેકપૂર્વક કરવાથી જે પ્રસન્નતા મળે છે, તે આત્માના ઘરની વસ્તુ છે. આ જ પ્રકારે સર્વ સાધનો વિષે સમજવું. આથી સાધકે આવતાં સાધનોને અવગણવાં નહિ, પણ હોંસથી આરાધવા માટે તત્પર રહેવું. એમને અવગણવાથી આત્મા જ અવગણાય છે, અને એમને અપનાવવાથી આત્માને જ અપનાવવાનું કાર્ય સિદ્ધ થાય છે.
હા, એટલું ખરું, કે આ સાધનોમાં વિવેક જળવાવો જોઈએ, આ પરથી શ્રીકૃષ્ણગુરુએ અજ અનાદિને ઓળખવા માટે દાન, તપ આદિની અહીં જરૂર પણ બતાવી. આત્મા જાણી લીધા પછી,એમની જરૂર નથી, તે દષ્ટિએ પ્રથમ ના કહી હતી. અહીં આત્માને જાણવા માટે એમની જરૂર છે જ, એ દૃષ્ટિએ હા કહી છે.
વળી બીજી વાત આથી એ ફલિત થઈ કે જન્મ છે, માટે જ મૃત્યુ છે; જો સુખની કામના છે, તો જ દુઃખ છે; જો યશની લાલસા છે તો અપયશનું પાસું પણ ત્યાં ખડું છે જ, પ્રશંસાની ખૂજલીનો સ્વાદ ચાખ્યો કે નિંદાની ડાકણની દુર્ગધનો ટોપલો આવવાનો જ. બીકથી છૂટવા માટે કોઈને માર્યો, કે ભયની ભૂતાવળ આવવાની જ. આમ જોડલાં છે માટે તેમાં–તેવા ભાવોમાં-ન ફસાતાં મુખ્ય ભાવોને સ્મરીને ધ્યેયલક્ષી રહેવું.
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा । मद्भावामानसा जाता येषां लोक इमाः प्रजाः ॥ ६ ॥ एतां विभूतिं गो च मम यो वेत्ति तत्त्वतः । सोऽविकंपेन योगेन युज्यते नात्र संशयः ॥७॥