________________
૩૯૬
ગીતા દર્શન
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वे प्रवर्तते । इति मत्वा भजंते मां बुधा भावसमन्वितः ॥ ८ ।। मच्चित्ता मद्गतप्राणा बोधयंतः परस्परम् । कथयंतश्च मां नित्यं तुष्यंति च रमन्ति च ॥९॥ तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् । ददामि बुद्धियोगं तं येन मामुपयांति ते ॥ १० ॥ तेषामवानुकंपार्थम् अहमज्ञानजं तमः । नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता || ११|| સાત મહર્ષિઓ પૂર્વે, ને ચાર મનુઓ તથા; જમ્યા મારા મનોભાવે, લોકે આ જેમની પ્રજા. 5 આ વિભૂતિ અને યોગ જાણે જે તત્ત્વથી મુજ; અડોલ યોગ સાથે તે યોજાય ત્યાં ન સંશય. ૭ ઉત્પત્તિ સર્વની હું છું, પ્રવર્તે સર્વે હું થકી. જ્ઞાનીઓ એમ માનીને, મને ભાવભર્યા ભજે. ૮ ચિત્ત પ્રાણ હંમાં રાખી, પ્રબોધતા પરસ્પર; ને કથતા મને નિત્ય, સંતોષે ને રમે વળી. ૯ સતત આમ તે યુકત, ભજતા પ્રીતિપૂર્વક; તેમને તે દઉ બુદ્ધિયોગ જેથી મને મળે. ૧૦ તેમની જ અનુકંપા, અર્થે અફાનનું તમ;
આત્મભાવે રહ્યો ટાળું-તેજસ્વી જ્ઞાનદીપથી. ૧૧ (અર્જુન ! સાંભળ) પૂર્વે સાત મહર્ષિ અને ચાર મનુઓ મારા મનોભાવે કરીને જન્મ્યા હતા. લોકોમાં આ (બધી) પ્રજા એમની છે. (પરંતુ, આ મારી વિભૂતિ અને યોગને (તત્ત્વથી જાણવા બહુ દોહ્યલા છે. મુખે તો સહુ બોલે અને શાસ્ત્રમાં વાંચી જાય, પણ તેથી શું વળ્યું? એટલે જ કહું છું, કે) જે તત્ત્વથી જાણે છે, તે અચળ એવા યોગને પામે છે. આ વાતમાં જરાય સંશય નથી.
સર્વની ઉત્પત્તિ હું છું અને મારાથી જ સર્વ પ્રવર્તે છે, એમ માની જ્ઞાનીઓ ભાવપૂર્વક અને ભજે છે.