________________
અધ્યાય દસમો
૩૯૭
(અહો ભારત ! જો તો ખરો, તેઓ કેટલા બધા મારામાં એકાકાર છે !) મારામાં જ ચિત્ત અને મારામાં જ પ્રાણ રાખી એક બીજાને બોધ કરતા, કથતા મને હમેશાં અસંતોષ ઉપજાવે છે અને પોતે પણ) સંતુષ્ટ અને આનંદિત થાય છે.
એમ સતત મારામાં જોડાયેલા અને પ્રીતિપૂર્વક ભજનારા એવા તેમને હું તેવો બુદ્ધિયોગ આપું છું કે જે દ્વારા તેઓ મને પામે છે.
તેમની જ અનુકંપા ખાતર હું (તેમને વિષે) આત્મભાવે રહ્યો થકો અજ્ઞાનરૂપી અંધારાને તેજસ્વી જ્ઞાનરૂપી દીવાથી ટાળી નાખું છું.
નોંધ : કેટલાક ટીકાકારો છઠ્ઠા શ્લોક પરથી કશ્યપાદિ પ્રખ્યાત સાત ઋષિઓ, સનકાદિ ચાર કુમારો અને ચૌદ મનુઓ એવા અર્થ કાઢે છે. જ્ઞાનેશ્વર મહારાજ માત્ર સાત કશ્યપાદિ ઋષિઓ અને ચૌદ મનુઓ પૈકી માત્ર સ્વાયંભૂવાદિ મુખ્ય જે ચાર મનુઓ છે, તેમને જ લે છે. આપણે તો ઉપરના બન્ને અર્થો નીકળી શકે તે રીતે ગૂ. સમ. મૂક્યું છે.
શ્રીકૃષ્ણકથનની મૂળ મતલબ એ છે, કે ખરી રીતે સૃષ્ટિનો આદિ છે જ નહિ, છતાં મનના સમાધાન ખાતર દરેક ઘર્મે કંઈક ને કંઈક કલ્પના કરી છે-જેમકે યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામી ધર્મમાં બાબા આદમે જગતની વ્યવસ્થા કરી. જૈનોમાં આ કાળે નાભિકુલકરના પુત્ર ઋષભદેવ નામના આદિ તીર્થકરે, એ ગૃહસ્થાશ્રમી હતા ત્યારે મનુષ્યસમાજને કર્મકૌશલ્ય શીખવ્યું. વૈદિક ગ્રંથોમાં મનુષ્યવ્યવસ્થા જે ઋષિમુનિઓએ કરી તે વિશે ઉપર કહેવાઈ ગયું, આ જ રીતે બૌદ્ધ અને પારસી તથા હિંદ અને હિંદ બહારના જૂનાનવા પ્રત્યેક સંપ્રદાયમાં કોઈ ને કોઈ કલ્પના છે જ. તે કલ્પનાનું મૂળ કારણ આત્મા છે. મનોભાવમાં આત્મા રાચે છે, ત્યારે જ સૃષ્ટિ ખડી થાય છે. આ રીતે આત્માએ નિજમનોભાવે એ જગતના વ્યવસ્થાપકો સર્યા છે.
આનું જ નામ તે વિભૂતિ. વિશિષ્ટ સમાજની રચના તે વિભૂતિ. આત્માને યોગે કરીને થઈ, માટે તે યોગ. આટલું જ જાણે તે એક મૂળગત આત્માને પકડયા સિવાય બીજા કોને પકડશે? ક્યો માળી બીજને મૂકી ડાળીને પકડશે? આટલું તત્ત્વથી ભાન થાય ત્યારે એ જ્ઞાની ગણાય. એવો જ્ઞાની જાણે જ છે, કે સર્વનું મૂળ આત્મા છે, અને આ ઘટમાળ પણ એની ચાવી છે, ત્યાં લગી જ છે. એટલે તે ભાવભર્યા એકમાત્ર આત્માને જ વળગે છે.
જેમ પોતાની સગી માની ખબર પડ્યા પછી બાળક બીજા કોઈને વગળતું