________________
અધ્યાય દસમો
૩૯૩
પ્રિયવર્તી એવા તને હિતબુદ્ધિએ જે કહીશ (તે તું બરાબર ચિત્ત દઈને સાંભળજે.)
નોંધ : પ્રીયમાણ” એવું અર્જુનનું વિશેષણ અહીં ઈરાદાપૂર્વક વપરાયું છે. સદ્દગુરુને જ્યારે શિષ્યની પાત્રતા લાગે છે, ત્યારે આપોઆપ એમનાં રહસ્યવચનનો લાભ સુશિષ્યને મળે છે. આવી સભાગી પળો અત્યારે અર્જુનશિષ્યને મળી ચૂકી હતી. અર્જુનનું વર્તન શ્રીકૃષ્ણને વહાલું લાગ્યું. બીજી વાત આ શ્લોકમાં એ છે કે સદ્ગુરુ જે કંઈ કહે છે તે શિષ્ય પ્રત્યેની હિતબુદ્ધિથી કહે છે, એટલે શ્રીકૃષ્ણ રૂપ સદ્ગુરુ પોતાની બડાઈ હાંકવા નથી કહેતા પણ અર્જુનના માનસને સમજી એને ઊંચે દોરવા માટે કહે છે.
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः । अहमादिहिं देवानां महर्षीणां च सर्वशः ।। २। ન જાણે મુજ ઉત્પત્તિ, દેવો કે ન મહર્ષિઓ;
હું જ છું આદિ દેવોનો મહર્ષિનોય સર્વશઃ ૨ (ભારત !) દેવગણ મારી ઉત્પત્તિને નથી જાણતા, (તમ) મહર્ષિઓ પણ મારી ઉત્પત્તિને નથી જાણતા. કારણ કે) દેવો અને મહર્ષિઓનો આદિ બધી વાતે
નોંધ: દેવકોટિ અને મનુષ્યકોટિ, એ બે જ કોટિ ઉચ્ચગતિ ગણાય છે. એટલે અહીં સૌથી ઉચ્ચ કોટિના દેવો અને સૌથી ઉચ્ચ કોટિના મનુષ્યોના અર્થમાં મહર્ષિઓ લીધા છે. કહેવાની મતલબ એ છે કે તેઓ પણ બુદ્ધિ કે શકિતથી સંસારના આદિમાં શું હતું, તે જાણતા નથી, તો બીજા શી રીતે જાણી શકે? કારણ કે એ અતિપ્રશ્ન છે (પગ્નાતીત છે) ફળ પોતાના મૂળ બીજની ઉત્પત્તિને ન જાણે, તેમ દેહધારી પોતાના મૂળને બુદ્ધિ આદિ સાધનો દ્વારા ન જાણી શકે, કારણ કે બુદ્ધિ વગેરે જે કંઈ સાધનો છે, તે પણ મૂળ આત્માને લીધે જ જન્મે છે અને ટકે છે. તો તે બિચારાં કેમ જાણી શકે? તેમ દેવ-મહર્ષિની પહેલાંનો-આદિથી-રહેલો આત્મા એ કયાંથી ઊપજ્યો? અથવા એણે સંસાર કયારે અને શા માટે ચલાવ્યો? એ શું જાણી શકે? એટલે જ ખરી વાત એ છે કે, આત્માને આદિ નથી, તેમ તે જન્મ્યો પણ નથી. પરંતુ એના પ્રદેશો આસકિત વશ થવાથી આ સંસારની ઘટમાળ ચાલે છે. માટે જ શ્રીકૃષ્ણગુરુ કહે છે, કે સંસારનો આરંભ કયારે, અને શાથી? એ ઝંઝટમાં ન પડતાં આત્મા સંસારી બનેલો પ્રત્યક્ષ અનુભવાય છે, તેને