________________
ગીતા દર્શન
અધ્યાય દશમો
ઉપોદઘાત આત્માની અનંત શક્તિ આગળ સર્વ કંઈ તુચ્છ છે, એવો ચમત્કાર બતાવતા આ અધ્યાયમાં આપણે જોઈ શકીશું કે તે કેવી રીતે છે? જગતના આદિમાં શું હતું અથવા અંતે શું હશે? વચ્ચે શું છે? આ પ્રશ્નપરંપરા સાધક માત્રને થાય છે, તેમ અર્જુનને પણ થાય તે સ્વાભાવિક જ છે. નવમા અધ્યાયમાં જે વસ્તુ સમુચ્ચયરૂપે હતી તે અહીં વર્ગીકરણથી આવશે, મનુષ્ય સમાજના ઘડવૈયાઓ કોણ અને તેઓએ જે મહાકાર્યો કર્યા, તેમાં પ્રભુતેજ કેવી રીતે હતું એ વાત પણ આ પરથી સમજાશે. એટલે જેમ પારલૌકિક સુખ માટે કે આ જગતના સુખ વૈભવ માટે આત્મસાધના સિવાયની સાધના તુચ્છ છે તેમ માનવસમાજના કલ્યાણ માટે પણ આત્મસાધના સિવાયની બીજી સાધના તુચ્છ છે, તે સમજાતાં, અર્જુન જેમ આત્મસાધના તરફ શીધ્ર વળે છે તેમ સાધક પણ વળશે. આ અધ્યાયમાં એટલી વિશેષતા જોઈ શકાશે.
હવે શ્રીકૃષ્ણમુખે જ બોલાતાં વચનો પરત્વે આપણે આપણા લક્ષ્યને કેન્દ્રિત કરીએ.
दशमोऽध्यायः अध्याय १० मो
श्रीकृष्ण उवाच । भूय एव महावाहो श्रृणु मे परमं वचः । यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१॥
શ્રીકૃષ્ણ બોલ્યા : સુણ મારું મહાબાહુ પર વેણ ફરી પણ;
પ્રિય વર્તી તને તો જે હિતેચ્છાથી કહીશ હું. ૧ હે (મોટા હાથવાળા) મહાબાહુ! ફરી પણ મારું પરં વચન સાંભળ. (તારું વર્તન મને રુચે તેવું હોઈને તારું હિત જલદી કેમ થાય એવી મને ઈચ્છા થઈ છે, માટે) હું