________________
ઉપસંહાર
શ્રીકૃષ્ણ યોગીએ દીર્ઘદષ્ટિએ વિચાર્યું. એને લાગ્યું કે પાંડવપક્ષને જિતાડયા વગર મારો છૂટકો જ નથી. એમની જિત એટલે અહિંસાના મૂળ સિદ્ધાંતની જિત, ન્યાયની જિત, સાધુતાની જિત. દુર્યોધનની હાર એટલે 'સંખ્યાબળ જીતે છે અથવા જોરદાર તલવાર જીતે છે' એવા પ્રકારના હિંસક સિદ્ધાંતની હાર, અન્યાયની હાર, દુષ્ટતાનો વિનાશ. અને મારું ભારતના એક નેતા તરીકે અથવા વિશ્વસંસ્કૃતિના સૂત્રધાર તરીકે એ જ પરમકર્તવ્ય છે. કારણ કે મારો ધર્મ એ છે કે : થાય છે ધર્મની ગ્લાનિ, ને ઉપાડ અધર્મનો;
ત્યારે ત્યારે હું આત્માને, ઉપજાવું છું, ભારત ! (૪-૭) દુષ્કૃતોના વિનાશાર્થે, રક્ષાર્થે સાધુઓતણા; ધર્મસંસ્થાપના માટે સંભવું છું યુગે યુગે.
૬૪૩
(૪-૮)
સવાલ એક જ છે કે અહિંસક સિદ્ધાંતનો વિજય, હિંસક શસ્ત્ર દ્વારા થાય એટલે જે જગત અહિંસાનો ખરો મર્મ નહિ સમજી શકે, તેના ઉપર સારી અસર નહિ થાય. જો તે મૌલિકઘ્યેય સમજ્યા વિના ક્રિયાનું જ આંધળિયું અનુકરણ કરવા મંડી પડશે તો ઊલટો અનર્થ થશે. ત્યારે બીજી તરફ જોઉં છું તો આ ક્ષત્રિય સમાજ અશસ્ત્રયુદ્ધથી ટેવાયો નથી. એટલી એની ઊંચી ભૂમિકા પણ નથી. હવે તૃષાટાણે કૂવો ખોદાવ્યે શું વળે ? અહિંસા અંતરથી દૃઢ ન થાય, ત્યાં લગી જો એ મારા વાદે આચરવા જાય અને મનમાં હિંસાના સંસ્કારને પોષ્યા કરે, તો તો એ મિથ્યાચારી અને બાયલો જ બની જાય ! ત્યારે હવે એક જ માર્ગ છે કે મારે આ યુદ્ધમાં અર્જુનના સારથિની જગ્યા સંભાળી લેવી. મારે પ્રાયઃ શસ્ત્ર-સંન્યાસ જ સેવવો. અનિવાર્ય સંયોગે જ શસ્ત્ર ઉપાડવું ! મારા આ ઉદાહરણથી બંને પક્ષ અને જગત અહિંસક યુદ્ધનો મહિમા તો જરૂર સમજશે, અને એટલું સમજે તોય બસ છે. એથી ભવિષ્યમાં કોઈક કાળે મનુષ્યો અહિંસક યુદ્ધનું આચરણ કરી શકશે અને એની અનહદ ખૂબીઓ જોઈ શકશે. અહીં મુખ્ય પ્રશ્ન તો સંસ્કૃતિ, સિદ્ધાંત અને નીતિનો છે. પરંતુ સ્થૂળ દૃષ્ટિએ હિંસકપ્રતીકાર દ્વારા પણ એ પ્રશ્નની રક્ષા કર્યા વિના છૂટકો નથી.
યુદ્ધમાં પાંડવપક્ષ જીતે તો એ પક્ષને પણ હિંસક સિદ્ધાંતનું અભિમાન કે જયનો મદ ન થવો જોઈએ; પણ સ્વધર્મનો મહિમા અને સમભાવ થવાં જોઈએ. આમ થવાથી દુર્યોધનનો હૃદયપલટો થવાની તક ઊભી રહે, અહિંસાની મૌલિકતા કચરાય નહિ, નીતિનું રક્ષણ થાય અને પાડોનો વૈરાગ્યમાર્ગે ઉત્કર્ષ