________________
અધ્યાય સત્તરમો
૫૪૩
તેવો-પ્રકાર હોય તો કોઈ પણ હિસાબે તે મોક્ષપ્રતિબંધક માર્ગથી તો છૂટવું, એ જ કલ્યાણકર છે.” એટલે આમ શ્રદ્ધા પરત્વે ઉપલો સવાલ પૂછવાનું અર્જુનને મન થયું. ત્યાંથી આ અધ્યાયનો આરંભ થાય છે.
આ પરત્વે શ્રીકૃષ્ણગુરુ આ અધ્યાયમાં સારો પ્રકાશ પાડે છે. જેમ ચૌદમાં અધ્યાયમાં ગુણના ત્રણ પ્રકાર કહ્યા હતા, તેમ અહીં શ્રદ્ધાના પણ ત્રણ પ્રકાર પાડે છે. પરંતુ ગુણનું મૂળ પ્રકૃતિ હતું ત્યારે શ્રદ્ધાનું મૂળ અહીં આત્મા છે, એમ બતાવે છે. પણ ગુણસંગી આત્મા હોઈને શ્રદ્ધાના પણ ત્રણ પ્રકાર પડે છે. એ રીતે આ અધ્યાયમાં એ ચર્ચા હોઈને એનું નામ શ્રદ્ધાત્રયવિભાગયોગ” રખાયું છે. તે સાર્થક છે.
શ્રદ્ધા' શબ્દનો ધાર્મિક્તામાં બહોળો વપરાશ છે. વ્યવહારમાં તો શ્રદ્ધાને ઠેકાણે વિશ્વાસ શબ્દનો વપરાશ છે. એટલે આ અધ્યાયમાં તપ અને દાન કે જે તે કાળનાં ધાર્મિક અંગ હતાં – ગૃહસ્થાશ્રમી યજ્ઞ, દાન કરતા અને વાનપ્રસ્થ અને મુનિઋષિઓ તપ કરતા - તે પરત્વે ખાસ કહેવાયું છે. છતાં કર્મમાત્રમાં તે લાગુ પડી શકે અને શાસ્ત્રવિધિનો પણ સરળ અર્થ થઈ અમુક પ્રકારનો ચોક્કસ ઉચ્ચાર અને એ ઉચ્ચારની સાથે બ્રહ્મલક્ષી આશય રાખતાં એ કર્મ બંધનકર ન થતાં મોક્ષદાયક નીવડે, એ જાતનો સુંદર માર્ગ અહીં દર્શાવવામાં આવ્યો છે. અને અશ્રદ્ધાથી કશું જ ન કરવું, અશ્રદ્ધાથી જે કરાય તે અસત થાય છે, એમ બતાવી શ્રદ્ધા તરફ પ્રેરણા અપાઈ છે.
પરંતુ આસુરી નિશ્ચયવાળી શ્રદ્ધા તો ઘાતક છે જ. એવા આસુરી નિશ્ચયવાળા તપને અશાસ્ત્રીય ન ગણવું. કારણ કે એથી આત્મા અને શરીર બન્નેનો ઘાત જ થાય છે. મતલબ કે શાસ્ત્ર એટલે અમુક અક્ષરો નહિ પણ એ અક્ષરોની પાછળ ભાવનો પંજ, આમ સમજાવી શાગ્નિને તદ્દન તરછોડવું એ ભયસ્થળ છે માટે શાસ્ત્રને સ્થાને ઉૐ તત સ” ઉચ્ચારવું એમ જણાવે છે.
સાથે સાથે આહારરુચિ સાથે પણ શ્રદ્ધાનો થોડોઘણો પણ સંબંધ છે. 'જે જેનો શ્રદ્ધાળુ તે તેવો’ એ પણ એક મહત્ત્વનું સૂત્ર હોઈ ફળ છોડીને પ્રભુને ભજવા.
દેવને ભજનાર દેવ જાણવા, યક્ષરાક્ષસને ભજનાર યક્ષરાક્ષસ જાણવા, અને ભૂતપ્રેતને ભજનાર ભૂતપ્રેત જાણવા. આમ કહીને એ બધી દુનિયા પોતામાં વસે છે, એમ ઊંડું રહસ્ય પણ આમાં દર્શાવવામાં આવ્યું છે. અને છેવટે પોતાની