________________
ગીતા દર્શન
અધ્યાય સત્તરમો
ઉપોદઘાત
સોળમા અધ્યાયમાં જ્યારે કાર્યાકાર્યને પારખવામાં તારે શાસ્ત્રનો આધાર લેવો અને કર્મ કરવાં” એમ અર્જુને પોતાના ગુરુમુખે સાંભળ્યું, ત્યારે એને ચોથા અધ્યાયમાં કહેવાયેલી બીના યાદ આવી કે "કર્મ-અકર્મ ઓળખવામાં કવિઓ પણ મૂંઝાય છે.” અને મનમાં થયું કે તો શાસ્ત્રદ્વારા પણ એ ભેદ કળી કાઢવો, એ મારા જેવા માટે સહેલો તો નથી જ." એમ થોડીવારના વિચારને અંતે એમને 'અશ્રદ્ધાળુ, ઈર્ષાળુ બને છે," "અજ્ઞ, અશ્રદ્ધાળુ, સંશયાત્મા વિનાશ પામે છે. તે વાકય વાદ ચડ્યાં. વળી અયોગી કે મંદ પ્રયત્નવાળો પણ જો શ્રદ્ધાળુ હોય તો એ શુભગતિને અને ક્રમશઃ મોક્ષગતિને પણ લાયક બને છે." એ છઠ્ઠા અધ્યાયની કથા પણ યાદ આવી. એટલે ફરીને એ અત્યંત ઉત્સાહમાં આવી ગયો. એના અંગે અંગમાં ફૂર્તિ અને આલાદ વ્યાપી ગયાં.
પરંતુ વળી જેમ એકાગ્રપણે ધૂનમય બનેલાને કોઈ ઢંઢોળીને ઉપયોગ ચકાવે તેમ શ્રદ્ધા પરત્વે સાતમા અધ્યાયની વાત આવીને ઊભી રહી કે, "જે જે શરીરનું જે શ્રદ્ધદ્વારા અર્ચન, પૂજન કે સેવન કરે છે, તેની તેની તે તે શરીર પરત્વે હું તે શ્રદ્ધાને અચલ કરું છું."
એમ જો હોય તો શ્રદ્ધાની પછવાડે પણ આશયની જરૂર રહી. ત્યારે શું સાચો આશય લાવવા માટે જ ગુરુદેવ શાસ્ત્રવિધિ પર ભાર આપ્યો? "અથવા સ્વપ્રકૃતિ પ્રમાણે માણસ યજવા પ્રેરાય છે, તો શું પ્રકૃતિસુધાર માટે શાગ્નવિધિ જરૂરની છે? પણ શાસ્ત્રની વિધિ મારા જેવા માટે જાણવી આચરવી કઠણ છે. વળી શાન્નોનો કયાં પાર છે? એક શાસ્ત્ર જેનું વિધાન કરે તેનો જ વળી બીજું શાસ્ત્ર વિરોધ કરે, આમ શાસ્ત્રસાગરમાં ડૂબી મરવું તેના કરતાં તો શાસ્ત્રવિધિ તજીને માત્ર શ્રદ્ધાથી જ પૂજન કરવું શું ખોટું? તેમ કરવામાં આશયની એકાંતિક હીનતા જ છે કે ઉચ્ચતા હોઈ શકે? ઐકાંતિક હીનતામાં પણ જો આસુરી ગતિ જેવો–ગયા અધ્યાયમાં કહ્યો.