________________
અધ્યાય તેરમો
૪૬૫
તત્ત્વજ્ઞાનના રસપિપાસુ માટે આ અધ્યાય ખૂબ ઉપયોગી અને કિંમતી છે, કે જે અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ છીએ.
વળી આ અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ પણ મને જાણ” એવું કથન આવે છે. તે એટલા સાર કે અર્જુન રખે ભકિતયોગમાં કહેલા વ્યકત પ્રજાના કથનથી માત્ર શ્રીકૃષ્ણદેહમાં કે કોઈ જડ પૂજામાં આસકત થઈ જાય, એટલા ખાતર મૂળચેતન તરફ દષ્ટિ ખેંચે છે.
त्रयोदशोऽध्यायः અધ્યાય તેરમો
श्रीकृष्ण उवाच । इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यमिधीयते । एतद्यो वेति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः।।१।। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत । क्षेत्रक्षेत्रज्ञयोनिं यत्तज्ज्ञानं मतं मम ||२||
શ્રીકૃષ્ણ બોલ્યા : કૌતેય ! ક્ષેત્ર સંજ્ઞાથી, આ દેહ ઓળખાય છે; જે જાણે એ કહ્યો તેને, ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞાનીએ. ૧ વળી મનેય ક્ષેત્રજ્ઞ, સૌ ક્ષેત્રે જાણ ભારત;
ક્ષેત્રક્ષેત્રીનું જે જ્ઞાન, તે મારું જ્ઞાન માન્યું મેં. ૨ (હે કુંતીના પુત્ર) કૌતેય ! ક્ષેત્ર નામે આ શરીર જ ઓળખાય છે, એને જાણકાર જે છે તેને ક્ષેત્રના જાણકારો) ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખે છે.
(તારે સારુ તો હું જ ક્ષેત્રજ્ઞ છું) હે ભારત ! (સૌ ક્ષેત્રોમાં તું મને ક્ષેત્રરૂપ માનીને સૌ સ્થળે વર્ત. કારણ કે હું પણ આ શરીરની પાછળ રહેલો આત્મા જ છું. એ રીતે) સર્વે ક્ષેત્રોમાં મને ય તું ક્ષેત્રજ્ઞ જાણ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તે મારું જ જ્ઞાન છે, એવો મારો અભિપ્રાય છે.
નોંધ : આનો અર્થ એ કે અંતર્યામી આત્મા સૌના દેહમાં એકસરખો છે, એટલું જ જાણે તે જ ક્ષેત્રજ્ઞ-જ્ઞાની શ્રીકૃષ્ણદેહે રહેલો અંતર્યામી અને બીજા દેહમાં રહેલો અંતર્યામી પણ એક જ છે, એ સરખાં લક્ષણવાળો છે, જુદો નથી.