________________
૪૬૦
ગીતા દર્શન
બારમા અઘ્યાયનો ઉપસંહાર
જૈન સૂત્રોમાં ઉપયોગ શબ્દનો જેવો બહોળો અને વ્યાપક વપરાશ છે એવો ગીતામાં યોગ શબ્દનો બહોળો અને વ્યાપક વપરાશ છે.
અર્જુને શ્રીકૃષ્ણનાં બે સ્વરૂપ જોયાં અને બે સાંભળ્યાં એટલે એને એ પ્રશ્ન થયો કે કયા યોગજ્ઞાતા ઉત્તમ ?
વ્યકતને સામે રાખી અવ્યકતનું ઘ્યાન ધરનારા કે અવ્યકતનું જ સીધું અનુસંધાન કરનારા ! બીજા ચોખ્ખા શબ્દોમાં કહીએ તો સદ્ગુરુ જેવા સચેત અવલંબન અગર સત્શાસ્ત્ર કે સદ્ગુરુની છબી અગર કોઈ મહાપ્રભુની પ્રતિમા જેવું મૂર્ત અવલંબન લઈ મૂળ પુરુષમાં રહેલા સદ્ગુણોનું-અથવા ચૈતન્યવિકાસનું ધ્યેય રાખી સાધના કરનાર ઉત્તમ કે સીધું ચૈતન્યધ્યેય રાખી સાધના કરનાર ઉત્તમ ?
આના જવાબમાં શ્રીકૃષ્ણ મહાત્મા કહે છે : 'મૂળે મારામાં સદ્ગુરુમાંસદ્ગુરુના આત્મામાં - કાયમ મન રાખનારા નિત્યયોગીઓ કે જે પરમ શ્રદ્ધાળુ છે તે સૌથી ઉત્તમ છે.’ ચોખ્ખા શબ્દોમાં કહીએ તો ગીતાનો ધ્વનિ જૈનસૂત્રોની જેમ સદ્ગુરુની આજ્ઞામાં જ ધર્મ અને સદ્ગુરુની આજ્ઞામાં જ તપ બતાવે છે, તેમ સદ્ગુરુની સમર્પણાનો મહિમા જ બતાવે છે. અર્જુન જેવા હૃદયપ્રધાન સહુને માટે સદ્ગુરુશરણ ખરે જ ભવભીડભંજન છે.
જો કે અર્જુનને ઉદેશીને તેઓ કહે છે કે દેહધારી માત્રમાં જે ચૈતન્ય વિલસી રહ્યું છે તેવા અવિનાશી, અવાચ્ય, અવ્યકત, સર્વ સ્થળે રહેલા, ફૂટસ્થ, અચલ ધ્રુવ સ્વરૂપને જેઓ ઉપાસે છે, તેઓની કિંમત તું ઉપલા યોગજ્ઞ કરતાં જરાય ઓછી ન સમજતો. કારણ કે ઈન્દ્રિયોના સમૂહના તેઓ પ્રખર વિજેતા હોય છે. સર્વ સ્થળે સમાન બુદ્ધિ ધરાવી તેઓ સર્વ ભૂતોને કલ્યાણકર એવી પ્રવૃત્તિમાં રાચેલા હોય છે. તેમણે પોતાના અંતકરણને જ પોતાના સદ્ગુરુ તરીકે સ્વીકારેલા હોય છે. આ તો બેધારી જાગૃતિવાળા સાધકો છે. આત્માથી આત્માની પ્રગતિ સાધવી અને જગહિતમાં લાગ્યા રહેવું, એ ભારે કઠણ કામ છે. એટલે જ મેં તારે સારુ ઉપલો માર્ગ પસંદ કર્યો છે. દેહધારીઓનો મોટો વર્ગ આ માર્ગે જ જઈ શકે તેમ છે. માટે એ દૃષ્ટિએ હું મહિમા ગાઉ છું.
સદ્ગુરુમાં મન, બુદ્ધિ રાખી કર્મફળનો ત્યાગ કરી સત્કર્મો કર્યા કરવાં એ માર્ગ સૌથી ચડિયાતો ગણું છું. તેવો પુરુષ શીઘ્ર તરી જાય છે. એટલે તું સદ્ગુરૂપ