________________
અઘ્યાય બારમો
મારામાં મન અને બુદ્ધિ રાખ તેથી મારામાં જ લય પામી જઈશ. અર્થાત્ તારાં ભવભ્રમણ ટળી જશે !
૪૬૧
'જેનું ચિત્ત સ્થિર ન રહી શકતું હોય, તે અભ્યાસથી તે સ્થિર કરે. અભ્યાસમાં યોગસાધના અગર જપતપાદિ સાધનાને પણ અવકાશ છે. એ પણ ન બને તો પ્રભુપ્રીત્યર્થે જ કર્મ કરે, અર્થાત્ સત્કર્મપરાયણ થાય. સત્પ્રવૃત્તિમાં ચિત્ત રોકાઈ રહેવાથી પણ એકાગ્રતાની જમાવટ થાય છે. એથી પણ સહેલી વાત તો એ છે કે આત્મયોગે કે સદ્ગુરુયોગે રહી સર્વ કર્મના ફળનો ત્યાગ કરવો, એટલે કે કર્મ કરવાં, આમાં ખૂબ આનંદ રહે છે અને જૂનાં કર્મબંધન ટળે છે, તેમજ નવો કર્મલેપ ટકી શકતો નથી. આ રીત સૌથી ઉત્તમ છે.
'અભ્યાસ પછી જ્ઞાનની ભૂમિકા, જ્ઞાન પછી ઘ્યાનની, અને ઘ્યાન પછી કર્મફળત્યાગની ભૂમિકા, એમ એ ભૂમિકાઓ ઉત્તરોત્તર એક બીજાથી ચડિયાતી છે. ત્યાગ પછીની ભૂમિકા તો શાંતિની જ છે કે જે આત્માની સહજ દશા છે.’ 'આવા ભકતોનાં ઘણાં લક્ષણો છે. અહીં થોડાં મુખ્ય કહી દઉં.
૧. પ્રાણીમાત્ર સાથે અદ્વેષભાવ, એક કીડીને કે પુષ્પની પાંખડીને પણ યથાશકય એ ન દૂભવે. કોઈ એનો વિરોધી ન હોય. બલકે
૨.
પ્રાણીમાત્રનો સન્મિત્ર હોય, કરુણાળુ હોય,
૩.
૪.
નિર્મમત્વી હોય,
૫. નિરહંકારી હોય,
૬. સુખદુઃખમાં સમાન ભાવે રહી શકતો હોય,
૭. કષ્ટ, લાલચને જીરવી શકે તેવો અને પોતાના અપરાધીઓને હરદમ
ચાહનાર એવો ક્ષમાવાન હોય,
૮. આત્મસંતોષી હોય,
૯. આત્મયોગી હોય,
૧૦. મનઈન્દ્રિયોનો વિજેતા હોય,
૧૧. દૃઢનિશ્ચયી હોય, અને
૧૨. અંતર્યામી અગર સદ્ગુરુને મનોબુદ્ધિ જેણે અર્પેલાં હોય આ બાર ગુણોથી ભરેલો ભકત ખરે જ પ્રભુપ્રિય છે.