________________
૪૬૨
ગીતા દર્શન
એટલે બધા ગુણો ન હોય અને લોકોને ઉદ્વેગ ન આપે કે ન લોકથી ઉદ્વેગ પામે તેવો હર્ષ, ખેદ, ભય, ક્રોધથી વેગળો રહેતો હોય, એવો ગુણી સાધક પણ પ્રભુપ્રિય તો છે જ.”
જો સંસારવિરકત-ઉદાસીન અને જગતથી નિઃસ્પૃહી, પવિત્ર હૃદયી, સત્કાર્યકુશળ છતાં નિશ્ચિત મસ્ત દશાવાળો અને સહેજે જે સત્રવૃત્તિ આવે તેને પ્રસન્નતાથી અપનાવે અને હાથમાંથી એ ખસી જાય તો પોતે પ્રસન્નતાથી ખસેડી શકે એવો આરંભત્યાગી હોય તો તેવો પુરુષ પણ પ્રભુભકિત અને પ્રભુપ્રિય છે
ઉપલા કથનનો ખરો અર્થ એ છે કે જે પાપપુણ્યથી દૂર તે જ હર્ષ ખેદ, રાગદ્વેષથી દૂર, અને એવો હોય તે જ સહજ સપ્રવૃત્તિના આવાગમનમાં પ્રસન્ન રહી શકે, તેમજ કર્મલપથી મુકત રહી શકે, માટે જ એની કોટિ ઉપલા બાર ગુણોથી ભરેલા ભક્ત જેટલી ઊંચી મૂકી છે. આગળ વધતાં ગુરુજી શિષ્યને કહે છે:
વળી હે ધનંજય ! શત્રુ-મિત્ર, માન-અપમાન, નિંદા-સ્તુતિ, ટાઢ-તાપ, સુખ-દુઃખનાં જોડકાંમાં સમાન રહે, જે કંઈ મળે તેથી સંતોષી હોય, આસકિતવાળા સંબંધથી મુકત રહેતો હોય, તેવો સંન્યાસી કિંવા જગત જેનું કુટુંબ છે અને ગમે તેવું સ્થાન હોય ત્યાં રહી શકે છે, તેવો સ્થિરબુદ્ધિ મૌન સેવી મુનિ પણ પ્રભુભકત જ છે અને પ્રભુવલ્લભ છે, એ પણ ન ભૂલવું જોઈએ. મતલબ કે ગમે તે ક્ષેત્રમાં રહીને પણ મૂળે તો સગુણધારી અને એક પરમલક્ષી બનવાનું અને એ જ લક્ષ્ય જાગૃતિથી ચાલી અંતે સૌને એમાં મળવાનું છે. સંન્યાસી પણ ભકત હોઈ શકે. અંતકરણને ગુરુ કરનાર પણ સદ્ગુરુ શિષ્ય હોઈ શકે છે.'
આ રીતે આ અધ્યાયમાં જગકલ્યાણ અને જીવનવિકાસનો સુંદર સુમેળ સધાય તેવાં વ્યવહારુ ભકતલક્ષણો આપીને અને અવ્યકત કે વ્યકત ગમે તેને સામે રાખો પણ સાધ્ય તો સગુણ અને પરબ્રહ્મ જ છે, એ વાત સમજાવીને ભ્રમ ટાળી દીધો છે. - સાધને માટે ખરે જ આ અમૃત છે. વળી તે પણ માત્ર બાહ્ય જિંદગી લંબાવે તેવું જ નહિ, આ તો આંતર જીવનને અમર બનાવે તેવું અપૂર્વ અમૃત છે.
જે એને શ્રદ્ધાથી પીએ અને શ્રીકૃષ્ણરૂપી સદ્ગુરુ અગર એવા લક્ષણવાળા