________________
અધ્યાય અઢારમો
પણ પ્રારંભે અને પરિણામે જે સુખ આત્માને મોહ (માંજ નાખી દે છે, મોહ)પમાડે છે, નિદ્રા, આળસ અને પ્રમાદથી જે જન્મે છે, તે સુખ તામસ કહેવાયું છે.
૬૦૧
નોંધ : રાજસી સુખમાં જો કે આરંભમાં સાચું અમૃત નથી, છતાં આભાસ જરૂર થાય છે; અને અંતે તો જેમ ઝેરની કૂપી અમૃતના લેપે ઢાંકેલી ઉઘાડતાં જ ઝેર મોંમાં આવી પડે છે, તેમ તે ઝેરો જ બને છે. પરંતુ તામસી સુખમાં તો એ બેમાંનું કશું જ નથી. કારણ કે આત્મા પોતે જ મૂર્છિત બની જાય છે. વેદનાર પોતે જ મૂર્છિત થયો; ત્યાં ઝેર કોણ વેદે અને અમૃત કોણ વેદે ? જેમ સંમોહિની વિદ્યાથી મંત્રમુગ્ધ થયેલી વ્યકિત, જેના વશીકરણને વશ થાય છે, તેની કાષ્ઠપૂતળી બની જઈને તે જેમ નચાવે તેમ નાચે છે, તેમ આત્માની પણ તામસી સુખમાં તે દશા થાય છે. પ્રમાદ, આળસ અને નિદ્રાથી પણ તામસી સુખ જન્મે છે, એટલે ત્યાં ચૌદમા અઘ્યાયમાં જોઈ ગયા તેમ પ્રકાશ અને પ્રવૃત્તિનો અભાવ જ હોય છે. એદી લોકો કે મગજના ચિત્તભ્રમ થયેલા ગાંડા લોકોને સુખ કેવું હશે ? તે કલ્પવાથી પાઠકને એ દશાનો કંઈક ખ્યાલ આવી જશે.
હવે રાજસી સુખ પ્રથમ જે અમૃત જેવું લાગે છે તેના કારણમાં ઊતરીશું તો ચોક્કસ જણાશે જ કે તે અમૃતવેદન, આત્માના ઊભરા જેવું હોય છે. આત્મા જ્યાં લગી શક્તિમાન હોય છે, ત્યાં લગી વિકારીમનુષ્ય કામરાગનું બળ ધરાવી મોહાય છે. પણ તે રસ જ્યાં લગી વીર્યપાત ન થાય ત્યાં લગી જ હોય છે; વીર્યપાત થયો કે બધું લીધેલું અમૃત તો ઢળી જ ગયું, પણ ગાંઠનું પણ જમાવેલું અમૃત ગયું એમ પણ એને લાગે જ છે. એક સ્વામીજી કહે છે કે જે વીર્યનો આવેલો ઉછાળ પણ પોતાના શરીરમાં હોય ત્યાં લગી આટલું સુખ ભાસે છે, તો તે વીર્યનો શાંત સંગ્રહ કેટલું બધું સુખ આપે ! 'મરણં બિન્દુપાતેન જીવનં બિન્દુધારણા' એ અક્ષરશઃ ખરું છે.
જેમ જનનેંદ્રિયના સંયમમાં સાત્ત્વિક સુખ છે, તેમ બધી ઈન્દ્રિયોના વિષયમમાં પણ સમજવું.
ખરું, સુખ અંતરમાં જ છે કે જે દુઃખનો આત્યંતિક લય કરે છે. આટલું વર્ણન કરી હવે શ્રીકૃષ્ણગુરુ અહીં કહેલી બીનાનો ઉપસંહાર કરતાં કહે છે :
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्भुक्तं यदेमिः स्यात् त्रिभिर्गुणैः ||४०||