________________
૩૪
ગીતા દર્શન
ભાવે કે માત્ર હિંદમાં જ નહિ બલકે હિંદની પ્રેરણાથી વિશ્વભરમાં એ મંગળ સ્થિતિ પ્રવર્તે ! ગીતાનું એ જ આદિ, મધ્ય અને અંત્ય મંગળ છે. ચાલો હવે આ આખા અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे संन्यासयोगो नाम
अष्टादशोऽध्यायः ||१८|| ૐ તત સતુ” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં
સંન્યાસયોગ નામનો અઢારમો અધ્યાય પૂરો થયો.
અઢારમા અધ્યાયનો ઉપસંહાર અર્જુન કહે છેઃ
"ગુરુદેવ ! આપના અસીમ અનુગ્રહથી મારો માર્ગ મને હવે સ્પષ્ટ સૂઝવા લાગ્યો છે, ખરી રીતે સૂઝી જ ગયો છે. છતાં છેવટની એક શંકા છે તેનું સમાધાન પણ મેળવી લઉં. જોકે આ શંકા એક રીતે મૂળની જ છે. છતાં હવે મને એ મૂળનો ઉલ તો મળી ગયો છે. હવે હું એટલું સમજવા માગું છું કે સંન્યાસ અને ત્યાગ એ બન્નેનું ખરું તત્ત્વ શું છે?” આજ લગી તો સંન્યાસ અને ત્યાગ એ બન્ને શબ્દો સંન્યાસાશ્રમીને લાગુ પડતા હતા. પરંતુ આપે કંઈક જુદો જ પ્રકાશ આપ્યો છે. તો પછી સંન્યાસ અને ત્યાગને જુદી જુદી રીતે જ સમજાવો તો સારું. જોકે આપને ઘણો શ્રમ આપ્યો છે, છતાં આપનો પાપ્રસાદ એવો છે કે આપે એને શ્રમ માન્યો જ નથી. ધન્ય છે મારા જીવનને કે આપ સમા ઉદાર સદ્દગુરુદેવ મને સાંપડયા !”
અર્જુનના ઉપલા પ્રશ્નના જવાબમાં ગુરુદેવ શ્રીકૃષ્ણચંદ્રજી કહે છે: "પ્રિય શિષ્ય ! શિશુને ગોદમાં લઈને દૂધ ચખાડતાં કઈ વત્સલમયી માતાને થાક લાગે છે? ઠીક સાંભળ. હવે તને ઉત્તર આપું. તારો સવાલ એવો છે કે મારે અત્યાર લગીની બધી કહેવાયેલી બીનાનો ઉલ્લેખ ફરીને કરવો પડશે. છતાં હું