________________
અઘ્યાય પંદરમો
૫૧૭
હવે બીજી વાત.
તું એમ જ માનીશ કે એની નીચે જ ડાળો અને ઉપર જ મૂળિયાં છે. એટલું જ નહિ, પણ પછી તો વડની વડવાઈઓની જેમ આની શાખાઓ ફૂટી છે. અને એ શાખાઓ ઊંચે, નીચે અને ચોમેર છે, તેમ જ એમનાં મૂળિયાં નીચે પણ ગયાં છે.
મેં જે ત્રણ ગુણની વાત કરી તે ગુણથી એ સંસારની શાખાઓ વધી છે, તથા એ ગુણોના વિષયોરૂપી ફણગાથી પલ્લવિત થઈ છે; અને કર્મના અનુબંધથી પછી તો એનો કયાંય પાર જ આવતો નથી.
છતાં જો તું એનું રૂપ જોવા માગે તો જ્ઞાનચક્ષુ વિના નહિ દેખાય.
માટે મારી એ પણ તને ભલામણ છે, કે આદ્યપુરુષને પામવાનો સંકલ્પ કરી દ્દઢ વૈરાગ્યથી આસકિતને છેદી નાંખીને જ મેં અગાઉ કહેલું તે અપુનરાવૃત્તિવાળું પદ શોધી લે, મનુષ્યભવમાં એ શોધવું સહેલું છે.
કામ, માન, મોહ, સંગદોષ, સુખ-દુ:ખ નામનાં દ્વંદ્વોથી દૂર થઈ જેઓ આત્મજ્ઞાનમાં મસ્ત છે, તેમને એ અવ્યયી ધામ જરૂર મળે છે.
અહો ! તે ધામનું હું શું વર્ણન કરું ! સૂર્ય, ચંદ્ર કે અગ્નિનું તેજ પણ એની વિસાતમાં કંઈ જ નથી. મારું ખરું સ્થાન તે જ અવિનાશી પદ છે.
હવે હું તને જીવ અને સંસારનો કેમ મેળ ખાય છે. તે વિષે કહું.
ખરી રીતે જીવ મારાથી જુદો નથી. તે મારો અવિભાજ્ય શાશ્વત અંશ છે. છતાં દુષ્ટિભેદે અગાઉ હું કહી ગયો છું તે રીતે તે મારાથી વિખૂટો પડે છે. અને પ્રકૃતિમાં રહેલાં ઈન્દ્રિયો અને મનને ખેંચે છે. આ રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળ શરીર બંધાય છે અને વધે છે. વળી આયુષ્યક્ષયે જ્યારે એ ખોળિયું બદલે છે, ત્યારે વાયુ જેમ ગંધને લઈ જાય તેમ આ સૂક્ષ્મ શરીરને લઈને જીવ બીજે સ્થળે જાય છે, અને ત્યાં ઈન્દ્રિયો દ્વારા વિષયોને સેવે છે.
આ રીતે શરીરમાં રહેલા, શરીર લઈ જતા, અને ગુણો સાથે રહીને વિષય સેવતા કર્મસંગી જીવના ખરા સ્વરૂપને જ્ઞાનચક્ષુ સિવાય વિમૂઢો દેખી શકતા નથી. જેમ જ્ઞાનીઓ પેખે છે, તેમ પોતા વિષે યોગીઓ પણ એ સ્વરૂપનું રહસ્ય પ ખે છે. પરંતુ જે અશુદ્ધ અને અશ્રદ્ધાળુ છે, તે એને પેખી શકતા નથી.
સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે મુખ્ય ભવ્ય તેજ છે તે આત્માનું જ છે, અને એ આત્મતેજથી જ જગતનાં સર્વ જીવનદાયક તત્ત્વો ખીલે છે. જેમ બહાર એ તેજ છે