________________
અધ્યાય અઢારમો
પ૯૯
ઘણા પ્રયત્ન પણ ફેર ન પડે, ત્યાં આવી તામસી વૃતિનો પ્રભાવ જ સમજવો જોઈએ. જૈનસૂત્ર ઉત્તરાધ્યયનમાં કૃષ્ણ અને નીલ વેશ્યાનો અધિકાર છે; ત્યાં આવી જ સ્થિતિ કહેલી છે. આવા દઢ કુસંસ્કારો ફેરવવા માટે નબળો પોચો પ્રયત્ન કે પોલી શ્રદ્ધા કારગત નીવડતી નથી, અને તેથી તેવી જ સ્થિતિ જિંદગીની અંતિમ મૃત્યુપળોમાં આવીને ઊભી રહે છે. એટલે એવા જીવનું (ભાનપૂર્વક કે અભાનપૂર્વક પણ) અધમગતિમાં જે આકર્ષણ થઈને, તે પોતાના તે પ્રકારના કુકર્મને અનુસરીને (અધમ ગતિમાં) ચાલ્યો જાય છે. આ પરથી એ ફલિત થયું કે સત્કર્મના કરનારે પોતાના કુસંસ્કારોને પલટવાનો અને તેને સ્થાને સુસંસ્કારો ધારણ કરવાનો પ્રયત્ન પણ ન ચૂકવો જોઈએ. કેટલીક વાર તો બુદ્ધિ પણ આ ધૃતિને અધીન હોય છે, જે વિષે ઉપર કહેવાયું જ છે. હવે શ્રીકૃષ્ણચંદ્ર સુખ વિષે શું કહે છે તે જોઈએ:
सुखं त्विदानी त्रिविधं अणु मे भरतर्षभ । अभ्यासाद् रमते यत्र दुःखान्तं च निगच्छत्ति ||३६|| यत्तदने विषमिव परिणामेऽमृतोपमम तत्सुखं सात्त्विकं प्रोक्तंमात्मबुद्धिप्रसादजम् ॥३७।। ત્રિવિધ ભરતશ્રેષ્ઠ ! હુંથી સુણ હવે સુખ;
જ્યાં અભ્યાસે-રમે યોગી, ને પામે દુઃખનાશ જ્યાં. ૩૬ પે'લાં જે ઝેર શું ભાસે, પરિણામે સુધાસમું;
આત્મબુદ્ધિપ્રસાદીથી, મળે તે સુખ સાત્વિક. ૩૭ હે (ભરતકુળના ઋષભ!) ભરતષભ! હવે તું મારી કનેથી સુખના ત્રણ ભેદ સાંભળ. જ્યાં સાધક) અભ્યાસ થકી રમે છે અને જ્યાં દુઃખના અંતને પામે છે; તે કે જે શરૂઆતમાં ઝેર જેવું ભાસે છે છતાં પરિણામે અમૃતતુલ્ય જ નીવડે છે અને જે આત્મબુદ્ધિની પ્રસન્નતાથી સાંપડે છે, તે સુખ સાત્ત્વિક કહેવાયેલું છે.
નોંધ: આત્મસંયમયોગમાં શ્રીકૃષ્ણગુરુએ જે બુદ્ધિગ્રાહ્ય સુખની (૬-૨૧) તારીફ કરેલી છે, તે જ સુખ અહીં વર્ણવેલું છે. અભ્યાસ સિવાય આ સુખમાં રમાતું નથી. અભ્યાસ વિષે પણ તે અધ્યાયમાં (-૩૫)નોંધમાં કહેવાયું જ છે. એ અભ્યાસ એટલે સુસંસ્કારોને દઢ કરવાનો કાયમી જાગતો વ્યવસાય. એવા અભ્યાસની પૂંઠે વૈરાગ્યનું બળ તો જોઈએ જ. જોકે પછી તો વૈરાગ્યને પણ એ દઢતા