________________
અધ્યાય પંદરમો
૫૦૫
तमेव चाद्यं पुरुषं प्रपधे
यतः प्रवृत्तिः प्रसृता पुराणी" ||૪|| ઊંચે મૂળો નીચે શાખા, ને જેનાં છંદ પાંદડાં; એવો અવ્યયી અશ્વત્થ જે જાણે વેદવિદ તે. ઊંચે નીચે વ્યાપી જ તેની શાખા, ગુણે વધી વિષય કુંપળાળી કમનુબંધી મૂળ વિસ્તરેલાં, નીચે નુ લોક* વળી તે તરુનાં . ૨ ન રૂ૫ એનું અહીં તથ્ય લાવે, ન આદિ કે સ્થિતિ ન અંત એમાં, અશ્વત્થ ઊંડાં મૂળ વાન, એને છેદી કરી દઢ અસંગ શસ્ત્ર. ૩ "પામું હું તે આદ્ય પુરુષને જ, જ્યાંથી પ્રવૃત્તિ પ્રસરી પુરાણી” એ ભાવ સેવી પદ શોધવું તે, ગયેલ પાછા ન ફરે અહીંથી . ૪ (ભારત ! આ રહસ્ય તો સાંભળ; તને મારી વાત ઊલટી લાગશે. પરંતુ એ સ્વરૂપ જ એવું છે. દુનિયાની ચાલુ સીધી લાગતી વાતો ત્યાં સાવ ઊલટ સ્વરૂપે ભાસે છે, અને તે સ્વરૂપની સીધી વાતો અહીં ઊલટી ભાસે છે. એ જ એક પરમ આશ્ચર્ય છે. જ્ઞાનીઓ જે અવળવાણીમાં કહી ગયા છે, તે એ સંસારનું આબેહૂબ સ્વરૂપ છે. તેમાંની એક અવળવાણીની રહસ્યવાર્તા હું તને અહીં કહું છું ).
જેનું ઊંચે મૂળ અને નીચે શાખાઓ છે, તે વૃક્ષને જ્ઞાનીઓ અશ્વત્થ (સંજ્ઞાથી) ઓળખે છે. છંદો (વેદોકત છંદો અથવા વેદને નામે ઓળખાતા છંદો તો) એનાં પાંદડાં છે. આવું જ જાણે છે, તે વેદજ્ઞાતા છે.
(ભારત ! જેમ પાંદડાં એ મૂળ નથી, તેમ વેદ માંહેલા છંદો કંઈ એ વૃક્ષનાં મૂળ નથી. જેમ વૃક્ષનાં સંબંધમાં મૂળ પછી થડ અને શાખા પ્રશાખાઓ તેમજ ત્યારબાદ પાંદડાં આવે છે, તેમ સંસારરૂપી વૃક્ષનાં મૂળ અને ડાળીઓ જુદાં છે. વેદો તો પાંદડાં રૂપ છે. મતલબ કે વેદમાં બતાવેલા સ્વરૂપ કરતાં આત્માનું અને સંસારનું મૂળ સ્વરૂપ કંઈક જુદું જ છે. એટલું જે જાણે તે વેદજ્ઞાની. માત્ર વેદના મંત્રો બોલી જાય તે વેદજ્ઞાની નહિ, પણ યથાર્થ રીતે સંસારનું મૂળ જાણે તે વેદજ્ઞાની.)
(વળી હે કૌતિય) તે શાખા, કંઈ માત્ર નીચે જ નથી રહી, પણ ઊંચ નીચે ચોમેર ફેલાઈ ગઈ છે. તે વિષે જ હું હવે કહું છું :) ગુણોને લીધે વધેલી અને વિષયરૂપી * અહીં મનુષ્યલોક ખાસ ઉલ્લેખાયેલો છે, તેનું કારણ મનુષ્ય ધારે તો સાંસારિક કર્મબંધનથી છૂટી શકે છે, તે
સારું.