________________
પ૯૪
ગીતા દર્શન
ત્યાં લગી દેવી અને માનુષી ગતિ પામી જો કર્મ બાકી હોય તો ત્યાં લગી સુસંસ્કાર દઢ કરી તે કર્મદ્વારા સાત્ત્વિક જ્ઞાન જમાવે છે અને છેવટે કર્તાની બુદ્ધિ સમભાવી બને છે. એ સમભાવી કર્તા ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર એમ ત્રણે કર્મના લેપથી મુકત થાય છે. આમ નવાં કર્મનો પ્રવાહ એ કર્તાને ચોંટતો નથી, અને જૂનાં કર્મ સમભાવે વેદવાથી ખરી પડે છે; એટલે છેવટે તે ક્ષેત્રી, શેય અથવા અક્ષર બની પુરુષોત્તમપદમાં લીન બની જાય છે.
આટલું સમજ્યા પછી હવે સારા કે માઠા સંસ્કારો દઢ કરાવનાર તત્ત્વ કે જેને ગીતાની પરિભાષામાં ધૃતિ કહેવાય છે, જે મનુષ્યદેહરૂપી ક્ષેત્રમાં છે – તે વાત તેરમા અધ્યાયમાં કહેવાઈ છે – તે વિષે, અને તે પહેલાં જે બુદ્ધિ એ સંસ્કારોને પકડવામાં મદદગાર બને છે, તે વિષે તથા કર્મના પરિણામે ભોકતાને જે વેદના થાય છે તે વિશે, શ્રીકૃષ્ણગુરુ કહેવા માગે છે.
અહીં પાઠકને એક પ્રશ્ન થશે કે જ્ઞાન વિષે કહેવાયું તેમાં જ બુદ્ધિ ન આવી? બુદ્ધિનો અર્થ ઘણે સ્થળે જ્ઞાન એવો લેવાય છે ખરો-વ્યાવહારિક રીતે આમ બનવું અસંભવિત નથી. પણ તાત્ત્વિક રીતે જોતાં બુદ્ધિ તત્ત્વનો સંબંધ પ્રકૃતિ સાથે છે, અને જ્ઞાનનો સંબંધ આત્મા-પુરુષ સાથે છે. એટલે શ્રીકૃષ્ણગુરુએ આ અધ્યાયમાં જે સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ ભેદ જ્ઞાનના લીધા. અને તેરમા અધ્યાયમાં જે જ્ઞાન બતાવ્યું તે આત્મલક્ષી વિચારના પરિણામે જન્મતા આચાર સૂચવતા સદ્દગુણોની દષ્ટિએ બતાવ્યું હતું. વળી જ્યાં જ્ઞાનનો ભેદ કથાય ત્યાં ભાવ શબ્દ વપરાયો છે કે જે આત્મા સાથેનો સંબંધ સૂચવે છે, અને બુદ્ધિના પ્રકરણમાં તો ગુણ શબ્દ આવશે કે જે પ્રકૃતિ સાથેનો સંબંધ સૂચવે છે. એટલે આ રીતે જ્ઞાન અને બુદ્ધિ વચ્ચે તાત્ત્વિક ભેદ બહુ સરસ રીતે શ્રીકૃષ્ણગુરુએ દર્શાવી દીધો છે, તે ખાસ ખ્યાલમાં રાખવા જેવો છે.
બીજું, સુખના સંબંધમાં પણ એવું જ છે. બુદ્ધિજન્ય સુખ એ નિરાળું સુખ છે અને આત્મજ્ઞાનજન્ય સુખ એ નિરાળું સુખ છે. અલબત્ત આત્મજ્ઞાની પણ જ્યાં લગી દેહધારી છે, ત્યાં લગી બુદ્ધિગ્રાહ્ય સુખ વેદે છે. પરંતુ ત્યાં બુદ્ધિ પ્રકૃતિને પરાધીન નથી હોતી, એટલે તેનું બુદ્ધિગ્રાહ્ય સુખ પણ મૂળે આત્મલક્ષી હોઈને બંધનકર બનતું નથી. જૈનસૂત્રોએ સતાવેદનીય અને અસતાવેદનીય એમ વેદનીય કર્મમાં જ આ પ્રકૃતિજન્ય સુખદુ:ખનો સમાવેશ કર્યો છે. એટલે આત્માજ્ઞાનનું સુખ નિરાળું આપોઆપ જ પડી જાય છે. ત્યાં વેદાંત પરિભાષાનો