________________
અધ્યાય અઢારમો
પ૯૩
દાનાદિ કર્મોની જરૂરિયાત બતાવી અને મનીષી-બુદ્ધિમાન-વિચારવંત-ને તે પાવન કરનારાં છે તેમ કહ્યું. માત્ર અદ્વૈતભાવ કે બ્રહ્મ બોલ્યાથી કશું વળતું નથી, તેમ તેવી આત્માની નિત્યતા વિષે માત્ર કલ્પના કર્યે ખાસ કશું વળતું નથી. અલબત્ત, શ્રદ્ધા અને જિજ્ઞાસા જાગ્રત હોય, તો તેવી કલ્પના પ્રેરક બને ખરી ! પરંતુ ખરી વાત તો એ છે કે ગોળ ઉપર ગમે તેટલી શ્રદ્ધા હોય, પૂરી જિજ્ઞાસા હોય, ગોળના વૈજ્ઞાનિક પૃથક્કરણપૂર્વકની વાત સાંભળી વિચારી હોય, કે ગોળનાં ગાડાંની કલ્પના કરી હોય, તોય ગોળ ખાધા વિના ખરી લિજ્જત આવતી નથી અને અનુભવ દઢ થતો નથી. એટલે ઉચ્ચ કોટિના રસ સંબંધે અનુભવને પુષ્ટ કરવાની બહુ જરૂર છે, અને તેને સારુ કર્મ ભારે અગત્યનાં છે. આજે તો ઈન્દ્રિયો એટલી કુટેવથી ઘેરાયેલી છે કે આત્મજ્ઞાનની વાતોની અસર જો વ્યવહારમાં ન ઊતરે, એટલે કે ઈન્દ્રિયોની કુટેવોને સ્થાને સુટેવો શ્રદ્ધાભર્યા પ્રબળ પુરુષાર્થે ન જમાવાય, તો ડગલે ને પગલે પાડી જ દે! પડી ગયા પછી ઉદયકર્મને કે પ્રારબ્ધને જ માત્ર દોષ દેવાનો બચાવ શોધવો પડે. અને એવા લૂલા બચાવ શોધ્યું પણ અંતરનો ડંખ તો ક્યાં મટવાનો હતો ? એટલે ખરી રીતે, તે પહેલાં જ ચેતાય અને સાત્ત્વિક કર્મ આચરાય તો ઘણું સારું. અલબત્ત તેમાં અનહંવાદ કે અનાસક્તિ જેટલાં મનથી રાખી શકાય, તેટલાં રાખવા પૂરતાં આત્મજ્ઞાનનાં વિચાર અને કલ્પના ઉપયોગી છે જ. પરંતુ શ્રદ્ધા અને જિજ્ઞાસા જે સાધકમાં ન હોય તેને સારુ
જ્યારે કટોકટીનો પ્રસંગ આવી પડે છે ત્યારે આત્મજ્ઞાનની વાતો અલોપ જ થઈ જાય છે, કશી કાર્યસાધક બનતી નથી. આનું જ નામ તે પોપટિયું જ્ઞાન. માટે જ આત્મજ્ઞાનની વાતોમાં શ્રદ્ધા અને જિજ્ઞાસાની જરૂર છે. અને આવો શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ સાત્ત્વિક કર્મ આચરવા તત્પર રહે છે. આમ જ્ઞાન, કર્મ અને કર્તાની ત્રિપુટી જીવનમાં કામ કરે છે. સંસારચક્રનું કારણ સત્ય પરત્વે અશ્રદ્ધા, જ્ઞાનીના દોષ જોવાની દષ્ટિ અને એને લીધે કર્મમાં આવતું તામસીપણું ને સદ્દગુણને બદલે આવતું આસુરીપણું છે. આ આસુરીપણાને પ્રભાવે બનતો તામસિક કર્તા પ્રકૃતિના નિયમ પ્રમાણે આસુરી યોનિ પામી જન્મમરણ કર્યા કરે છે. અને એ જ કર્મ વળી કુસંસ્કાર દઢ કરી તામસ જ્ઞાન જમાવે છે. એને લીધે કર્તાની બુદ્ધિ તમામ કર્મ ભણી પ્રેરાઈને બૂરાં કર્મનો સંચય કરી એના પરિણામરૂપ ભારે કષ્ટ પામે છે. તેમ મોક્ષચક્રનું કારણ સત્ય પરત્વે શ્રદ્ધા, જ્ઞાનીના ગુણ જોવાની દષ્ટિ અને એને લીધે વિચાર, વિવેકપૂર્વક આવતી સાત્ત્વિકતા તથા દૈવી સંપત્તિ છે. એ દૈવી સંપત્તિને પ્રભાવે બનતો નિશ્ચયે નિરંતર સાત્ત્વિક કર્તા. તે આસકિતનાં બીજ હોય