________________
૫૯૨
શઠ ચંચલ વિષાદી, નીચ અક્કડ આળસુ; દીર્ધસૂત્રી અસંસ્કારી, કર્તા કથાય તામસી.
ગીતા દર્શન
૨૮
(હે ભારત ! ) જે સંગ (આસક્તિ) અને અહંવાદ (એટલે હું કરું. આ મેં કર્યુ, આ મારું એવા અહંત્વમમત્વ)થી રહિત છે. સિદ્ધિ થાઓ કે અસિદ્ધિ થાઓ, તે બન્ને સ્થિતિમાં જે નિર્વિકાર છે (એટલે કે સફળતા નિષ્ફળતામાં હર્ષશોકરહિત જે રહે છે) જે ધૃતિ (દઢતા અને ઉત્સાહથી યુકત રહે છે, તે સાત્ત્વિક કર્તા કહેવાય છે.
જે રાગી છે, કર્મફળનો ઈચ્છુક છે, જે મેલો, લોભી અને હિંસાભાવી છે, તથા હર્ષશોકથી ઘેરાયેલો છે, તે રાજસ કર્તા (તરીકે) પ્રસિદ્ધ છે.
જે અસંસ્કારી, શઠ, ચંચળ બુદ્ધિવાળો, અક્કડ (જક્કી) આળસુ, નીચ, ખિન્ન સ્વભાવવાળો સોગિયો તેમજ દીર્ધસૂત્રી છે તે તામસી કર્તા કહેવાય છે.
નોંધ : ગુરુદેવે 'રાજસી' કર્તાને પરિકીર્તિત' ભૂતકૃદંતના પ્રયોગથી બતાવ્યો છે. તે એમ સૂચવે છે કે વિશ્વમાં રાગમય પ્રવૃત્તિવાળો મનુષ્યવર્ગ વિશેષરૂપે દેખાય છે, અને ઝટ ૫૨ખાઈ પણ જાય છે.
કર્તા સાત્ત્વિક હોય તેનું કર્મ બહુધા સાત્ત્વિક જ હોય તે સમજી શકાય છે. છતાં ઘણીવાર એવું પણ બને છે કે કર્તાની સાત્ત્વિક બુદ્ધિ સ્થિર ન હોય, ત્યાં તે રાજસિક કે તામસિક કર્મો પણ કરી નાખે છે. એટલે કર્તા અને કર્મ જુદાંજુદાં ત્રણ ત્રણ પ્રકારનાં કહ્યાં. નહિતર તો કર્તાના ભેદપરત્વે જ કર્મનો સમાવેશ થઈ જાત, પરંતુ તેમ નથી. કર્તાનું સળંગ જીવન રાજસી હોય છતાં વિરલ પ્રસંગ એના જીવનમાં એવા આવે કે ત્યારે તે જે કર્મ કરે તે સાત્ત્વિક હોય ! આવી વિરલ ક્ષણોએ કરેલા સાત્ત્વિક કર્મનો સંસ્કાર જો દઢ થાય, તો આ અઘ્યાયમાં અગાઉ કહેલું સાત્ત્વિક જ્ઞાન ઉદય પામે કારણ કે ગુરુદેવે ચૌદમા અઘ્યાયમાં એ તો સમજાવ્યું જ કે છે કે સત્ત્વગુણનું જોર થાય ત્યારે ત્યાં રજોગુણ અને તમોગુણ હારે છે. આમ કરતાં કરતાં તેની સ્થિતિ એવી થાય કે તેનું સાત્ત્વિક જ્ઞાન દૃઢ થઈને તેને ઉચ્ચ પ્રકારનાં કર્મ કરવાની પ્રેરણા આપે, અને તેથી સાધનો જમાવીને કર્તા જે કર્મસંગ્રહ કરે તે ઉચ્ચ કોટિનો જ કરે. એટલે કે તે કર્તા સાત્ત્વિક :ર્મ જ આદરે. અને આમ છેવટે પોતે પણ સાત્ત્વિક જ બની જાય ! આ વિકાસનો ક્રમરા સચોટ માર્ગ છે,
આમ સાત્ત્વિક કર્તા થવા માટે, સાત્ત્વિક જ્ઞાની જ્ઞાનને માટે, સાત્ત્વિક કર્મો કરવાની અત્યંત જરૂર છે.
જરૂર છે અને સાત્ત્વિક એટલા જ સારુ ગીતાકારે