________________
અધ્યાય અઢારમો
પ૯૧
ગૃહસ્થને રીઝવવાની કોશિશ કરવાનો. આ તો એક સામાન્ય ઉદાહરણ છે. પરંતુ અહંકારી અને કામીની મહામહેનત તો આપણે સહુ આપણી જિંદગીના ભાગો પરથી પણ તારવી શકીશું, એટલે સાત્ત્વિક પ્રવૃત્તિમાં અથવા તો આત્માર્થસાધકક્રિયામાં ભલે પ્રથમ પ્રથમ એ જાતનો અનુભવ ન હોવાને લીધે શ્રમ જેવું લાગે, પરંતુ ખરી રીતે તો એ શ્રમમાં પણ આરામ જ મળે છે. તે તો એ રસમાં ડૂબનાર જ જાણે, કાંઠે ઊભેલા શું જાણી શકે ?
તામસ કર્મના મૂળમાં મોહ હોય તે તો સમજાય તેવું જ છે. તે તામસી કર્મનો કર્તા ફળ સામે જરૂર દષ્ટિ રાખે છે, પણ એની દષ્ટિ જ ભૂલભરેલી હોય છે.
ભલા ! લિંબોળીનો વાવનાર કેરીનું ફળ નજર સામે રાખે તોય કયાંથી પામે? જ્ઞાનીજન તો એમ જ કહે કે તે લિંબોળીના પરિણામનો વિચાર જ ર્યો નથી.' એ જ રીતે એ કરવા જાય છે લાભને માટે પણ દષ્ટિ ઊંધી હોવાથી – જેમ પૂર્વદિશા તરફ આવેલું ગામ પૂર્વ તરફ ન ચાલતાં પશ્ચિમદિશા ભણી ચાલે તો ઊલટું દૂર થાય છે તેમ - હાનિ જ થાય છે. હિંસા, અહિંસાનો વિચાર તો એને હોય જ કયાં? નીરોએ માત્ર હાથીના કરુણ કચકચાટવાળા શબ્દને સાંભળવા સારુ તેમને ટેકરી ઉપરથી ઊંડી ખીણમાં ધકેલાવ્યા - તે આપણે જોઈ ગયા છીએ. આવા લોકો નિર્દયતા અને વહેમની મૂર્તિ જ હોય ! પરંતુ પોતાનું ગજું તપાસ્યા વિના જ મહાન સાહસિક કામ કરતા હોય છે, એટલે આખરે કુદરતી નિયમાનુસાર પૂરેપૂરી થપ્પડ ખાય છે. મોહમૂઢને વિવેક હોય જ કયાંથી? કર્મના વર્ણન પછી હવે કર્તાનું વર્ણન કરે છે :
मुक्तसङ्गोऽनहवादी धृत्युत्साहसमन्वितः । सिद्धयसिद्धद्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ।।२६।। रागी कई फलपेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः । हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ।।२७।। अयुक्तः प्राकृत स्तब्धः शठो नैष्कृतिकोऽलसः । विषादी दीर्धसूत्री च कर्ता तामस उच्यते ॥२८|| ન સંગી ન આહવાદ, સમો સિદ્ધિ-અસિદ્ધિમાં; ધૃતિ-ઉત્સાહથી યુકત, કર્તા કથાય સાત્ત્વિક. ૨૬ કર્મફળદ્ઘ ને રાગી, અશુચિ લુબ્ધ હિંસક; હર્ષ-શોક થકી યુકત, કર્તા પ્રખ્યાત રાજસી. ૨ ૭