________________
ગીતા દર્શન
જે કર્મ પરિણામ, હાનિ, હિંસા કે ગજું (વગેરે)નો વિચાર કર્યા વિના મોહને વશ થઈ આરંભાય છે, તે કર્મ તામસ કહેવાય છે.
૫૯૦
નોંધ : કર્મનો આધાર મૂળે તો કર્તાની ભાવના ઉપર છે, તે આથી સહેજે સમજાશે. જૈનસૂત્ર 'ઉત્તરાધ્યયન'માં કર્મના પ્રકારોમાં પણ ક૨ના૨ની આસકિત ઉપર બંધનો મુખ્ય આધાર ગણાયો છે. છતાં મનુષ્ય આસકિત કે અનાસકિતને કળી શકતો નથી. ત્યાં આવાં વર્ણનો ઉપયોગી છે. 'લેશ્યા' નામના અઘ્યયનમાં આ વિષે 'ઉત્તરાધ્યયન'માં ઠીક પ્રકાશ પાડયો છે.
*નિયત કર્મ કરવું જ જોઈએ' એમ તો ગુરુદેવે ઘણી વાર કહ્યું છે, અને એનો સંન્યાસ ન થઈ શકે, છતાં કોઈ કરે તો તે ત્યાગ તામસી ગણાય, એમ પણ કહ્યું છે. છતાં નિયત કર્મ ઓળખવું મુશ્કેલ પડે તે સારું અહીં બહુ સરસ વસ્તુ આપી. રાગદ્વેષ અને અહંકારભાવરહિત, જે ફલેચ્છાત્યાગ દ્વારા થાય, તે કર્મ નિયત તો જરૂર હોય. કારણ કે વાણોતર જ જો ધારે તો માલિકની નોકરી બજાવતાં છતાં પણ ગ્રાહકને રાજી રાખી શકે અને છતાં ન્યાય અને સત્ય જાળવી શકે; કારણ કે એને ત્યાં કર્તવ્ય ધારીને જ કાર્ય કરવાનું હોઈ, તેવા કાર્યપરત્વે ફલેચ્છાત્યાગ પણ શકય છે. રાગદ્વેષનો અભાવ પણ શકય છે અને અભિમાનનો ત્યાગ પણ શકય જ છે. બસ, આ રીતે દેહને માલિકની દુકાન માનીને, દેહમાં રહેલો જીવરૂપી વાણોતર એને બરાબર ચલાવે, તો નિયત કર્મ આપોઆપ સમજાઈ જાય; એટલું જ નહિ, બલકે એ તો જે ક્ષેત્રે રહે ત્યાં એને માટે નિયત કર્મ જ હોય ! અને એ કર્મને બજવવા રૂપ સ્વધર્મ ખાતર એ મરણ પસંદ કરે, પણ નિયત કર્મના ત્યાગરૂપ ૫૨ધર્મસેવનના પતનમાં કદી જ ન પડે !
ગીતાકારે રાજસકર્મનું વર્ણન કરતાં કરતાં એક સરસ વાત કહી નાંખી : કાં તો માણસ અહંકારી બને, અને કાં તો કામરાગથી આતુર બને, ત્યારે જ રજોમય પ્રવૃત્તિમાં પડે છે. અને એ પ્રવૃત્તિમાં બહુ પ્રયત્ન હોય જ છે. આટલો પરિશ્રમ સાત્ત્વિક પ્રવૃત્તિમાં હોતો જ નથી.
દા.ત. એક રાગી માણસે પોતાનો અહંકાર પોષવા ખાતર કોઈને નિમંત્રેલ હોય તો એ નિમંત્રિત ગૃહસ્થને કોઈ પણ ઉપાયે રાજી રાખવા માટે ધર્મ કે સત્ય નેવે મૂતાં પણ પાછું વાળી ન જુએ, છતાં પણ પેલો નિમંત્રિત ગૃહસ્થ તો કયાંક જરાક ઊણપ દેખી, એટલે ટીકાટિપ્પણી કરવાનો. અને તે આપેલા નિમંત્રણકર્તાને કાને પડી, એટલે વળી તે દુઃખી થઈ જવાનો અને ફરી એવા એ