________________
૩૨૪
ગીતા દર્શન
પતિ-પત્ની કોઈવાર પ્રજોત્પત્તિના હેતુએ, મૂળગત સિદ્ધાંત છેક તૂટી ન પડે તે રીતે, મર્યાદિત છૂટ લે તો તે ક્ષમ્ય છે. એ છૂટ બહુ થાકેલાના વિસામાની-અને તે પણ સમાજ અને હૃદય બન્નેને વફાદાર રહીને હોય તો જ, નહિ કે ત્યાં જ પડી રહેવાની. આટલું લક્ષ્ય રહે એટલા સારુ શ્રીકૃષ્ણગુરુએ જાતે જ ખુલાસો કર્યો છે.
જૈનસૂત્રોમાં સંસારમાં રહેલા ગૃહસ્થને પણ ક્ષાયિક સમતિની પ્રાપ્તિ થઈ શકયાના ઉલ્લેખો છે. અપવાદે તો ઠેઠ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ સંભવે છે, પરંતુ એવા ગૃહસ્થો સાધુસંન્યાસી સંસ્થામાં ન ભળ્યા હોય એટલું જ. સાધુ હૃદયવાળા અને સર્વાગે બ્રહ્મચારી તો હોય જ, એ ન ભુલાવું જોઈએ. છતાંયે જૈનસૂત્રોએ સાધુસંસ્થાનો આદર્શ હમેશાં રાખ્યો છે, તે એટલા સારુ કે, "સંસારસુ સરસો રહે ને મન મેરી પાસ” એ દશા જનક-વિદેહી જેવા વિરલને ભાગે જ લખાયેલી છે. એમ વૈદિકસૂત્રો પણ શાખ પૂરે છે. આટલું પ્રસંગોચિત જાણીને વળી આપણે શ્રીકૃષ્ણગુરુના આશય તરફ વળીએ. હવે તેઓ કહે છે કે (વધુ તો શું કહ્યું પણ) મારા કહેવાનો મતલબ આ છે:
ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये । मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ।।१२।। त्रिभिर्गुणमयैर्भावरे मिः सर्वमिदं जगत् । मोहितं नाभिजानाति मामेभ्यः परभव्ययम् ॥ १३ ॥ વળી જે ભાવ સાત્ત્વિક, રાજસી, તામસી બધા; જાણ તે છે જ મારાથી, હું માં તે, હું ન તે મહ. ૧૨ ત્રિગુણાત્મક ભાવોથી, મોહેલું સર્વ આ જગતું;
ન ઓળખે મને હું જે, સૌથી પર છું અવ્યયી. ૧૩ (ભારત! મેં તને જે જે કહ્યા છે, અને તે ઉપરાંત પણ છે) સાત્ત્વિક ભાવો છે તે બધા મારે લીધે છે. અને રાજસી તથા તામસી ભાવો છે, તે પણ (પ્રકારાંતરે) મારે લીધે જ છે. (એટલે રાજસી ભાવો કે જે સાત્વિકથી ઊતરતા છે, અને રાજસીથી ઊતરતા જે છેલ્લી કોટિના તામસિક ભાવો છે તે પણ ક્ષેત્રજ્ઞ (આત્મા)ની જ નબળી બાજુ છે. છતાંય તારે ન ભૂલવું જોઈએ કે એ વિકારો ભલે મારે લીધે હોવાથી) તેઓ મારામાં છે એમ પણ કહી શકાય. પણ હું તેઓમાં તો નથી જ. (એટલે કે આવા પ્રકૃતિજન્ય ભાવોને લીધે કંઈ આત્માએ મૂળ સ્વરૂપ ગુમાવ્યું