________________
અધ્યાય સાતમો
૩૨૩
ત્યારે કોઈપણ જાતના આકાર રહિત જે આ જગતનું અનાદિ અને સ્વત:સિદ્ધ બીજ રહે છે એમ કહેવાય તે દષ્ટિએ સનાતન બીજ હું છું.) એમ છે (પૃથાના પુત્ર) પાર્થ! તું સમજી લે. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું છું.
ઉપરાંત બળવંતોમાં કામ અને રાગ રહિત, વધુ શું કહ્યું, હે ભરતકુલમાં શ્રેષ્ઠ એવા) ભરતષભ ! ધર્મથી અવિરુદ્ધ એવો પ્રાણીઓમાં રહેલો કામ પણ હું છું.
નોંધ : પૃથ્વીમાં, જળમાં, અગ્નિમાં તથા ચંદ્ર-સૂર્યમાં ચેતના છે એ વાત અગાઉ કહેવાઈ ગઈ છે. એ દષ્ટિએ જૈનસૂત્રો ગીતા સાથે મળતાં આવે છે. બાકી રસ અને ગંધ એ તો વિષયો છે અને તે તો અજીવ છે. આ વાતને ગીતાના તેરમા અધ્યાયમાં ખુદ શ્રીકૃષ્ણજી જ કહે છે. શબ્દ પોતે વિષય છે પણ જે શરીરમાં ચેતન બિરાજે છે ત્યાં રહેલા આકાશમાં જે શબ્દ થાય છે તે ચેતનના બળે થાય છે. પન્નવણાજી જૈનસૂત્રમાં પણ એ સચેતન શબ્દની શકિત એટલી બધી બતાવી છે કે લોકાંતમાં (લોકના છેડા સુધી) તે ફરી વળે છે. એનો આદિ જીવથી છે અને એની યોનિ શરીર છે. ગીતા પણ એમ જ કહે છે. સર્વ વેદોમાં ૐકારનો મહિમા છે, તેમ જૈનસૂત્રોમાં પણ છે જ. દિગંબરો તો માને છે કે તીર્થકરની વાણીમાં ૐકારનો ધ્વનિ ઊઠે છે, અને મનુષ્ય, પશુ, પ્રાણી સહુ પોતપોતાની ભાષામાં એ ભાવ ધ્વનિ સમજી જાય છે.
પુરુષના પુરુષાતનમાં-વીર્યમાં-આત્માનું જ ઓજસ છે એમાં કોણ ના કહી શકે તેમ છે? સર્વ ભૂતોમાં જીવનક્રિયા પણ આત્મા હોય ત્યાં લગી જ હોય છે. આત્મા ગયો કે તે જ ક્ષણે મૃત દશા. તપસ્વીઓનું તપ પણ આત્મપ્રેરણાથી જ થાય છે, નહિ તો મનભાવતા પદાર્થો સામે હોય, શરીર તંદુરસ્ત હોય, અને ભૂખ પણ હોય તો નિરાહારી કેમ રહી શકાય ! ઈચ્છાઓનો નિરોધ પ્રભુદયા વિના અસુલભ છે.
અહીં બે નવીન અને સુંદર વાત કહી છે. એક તો એ કે બલવાનોમાં હું બળરૂપ છું, પણ તે કામરાગ વિહીન ! આનો અર્થ એ થયો કે જે બળ પાછળ કામ અને રાગ હોય છે તે બળ પશુબળ છે. હિંસા અને અનર્થ એવા બળે જ થવાનાં. એટલે આત્માનો જેમાં પ્રકાશ છે એ બળ જ સાચું બળ છે, અને તે બળનો સદુપયોગ જીવન અને જગતના વિકાસ માટે અહિંસાના લક્ષ્ય જ થવાનો.
બીજી વાત એ કે કામ એટલે (સૃષ્ટિનું સ્વાભાવિક આકર્ષણ. આ આકર્ષણ ત્યાં લગી ક્ષમ્ય છે કે જો એ ધર્મથી અવિરુદ્ધ રહે ! એટલે કે બ્રહ્મચર્યના લક્ષ્ય ઊડતાં