________________
અધ્યાય અઢારમો
સાથે લોકસંગ્રહ પણ થાય. આ દૃષ્ટિએ મેં જે વાત અગાઉ બીજરૂપે કહી હતી, તે યથાર્થ સ્પષ્ટતાથી અહીં કહું છું કે) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર (એમ ચારે વર્ણો)ના સ્વભાવસિદ્ધ ગુણો વડે કર્મોની વહેંચણી કરી દેવામાં આવી છે.
૦૩
નોધ : આશ્રમપદ્ધતિ વિષે શ્રીકૃષ્ણગુરુનો કશો આગ્રહ નથી, એટલે આશ્રમ વિષે ગીતામાં સ્પષ્ટ રૂપે વર્ણન નથી. પણ વર્ણોનું આ વર્ણન ખાસ મુકાયું છે. તેનાં બે કારણો છે : (૧) મુખ્ય તો એ કે અર્જુન ક્ષત્રિય હોઈને એનો સમાજપ્રાપ્ત સ્વધર્મ બતાવવાનો હતો; અને (૨) વ્યકિતમાત્ર સમાજની વ્યવસ્થામાં જવાબદાર છે, એટલે એણે આ રાજમાર્ગને ઉવેખવો નહિ.
કર્મમાં મૂળે દોષ નથી, કર્તાની દૂષિત બુદ્ધિને લીધે કર્મ દૂષિત થાય છે. આ મત ગીતાને બહુમાન્ય છે. જોકે કેટલાંક કર્મ એવાં છે કે જેના નાદે ચડેલો સાત્ત્વિક ર્ડા પણ કર્મના સંગે નીચે પડે છે, એ વાતને શ્રીકૃષ્ણગુરુ ભૂલ્યા તો નથી જ. છતાં કર્મની દૂષિતતાને પણ સાત્ત્વિક કર્તા ટાળી શકે છે, એ દૃષ્ટિ ગીતાનો પ્રતિપાદ્ય વિષય છે. અર્જુનને યુદ્ધમાં જોડાવું એ સ્વધર્મ હતો એમ તો સહુ કબૂલ કરશે, પરંતુ હિંસક યુદ્ધમાં જોડાવું કે નહિ, તે જ ગંભીર પ્રશ્ન હતો. અર્જુન પૂરો જ્ઞાની હોત તો અહિંસક પ્રતીકારે પણ ખડો રહેત, પરંતુ તે પૂરો જ્ઞાની નહોતો, તેમ સાવ અજ્ઞાની પણ નહોતો. જો તે યુદ્ધમાંથી ભાગે તો પણ એથી એનો આવેગ શમવાને બદલે ઊલટો વધત. એમ પ્રકૃતિજ્ઞાનના વૈદ્ય શ્રીકૃષ્ણચંદ્રે જોયું હતું અને એના ભાગ્યાથી યુદ્ધ અટકે તેમ પણ ન હતું, એટલે ભાગીને પણ અર્જુનનો આવેગ પ્રત્યાઘાતે આત્મઘાતક અને માનવસંહારક યુદ્ધમાં યોજક (અર્જુનને સારું) બને તે પહેલાં જો અર્જુન પોતાના ખરા મૂળ સ્વભાવને સમજી, સમતા પામી, અનિવાર્ય રીતે યુદ્ધમાં ભાગ લે, તો અહીં યુદ્ધહિંસાનો એ મુખ્ય જવાબદાર (હજુ) ન હોઈને, એને યુદ્ધજન્ય હિંસાનું પાપ નિબિડપણે ન ચોંટે. આ દૃષ્ટિએ જ એ પ્રેરણા શ્રીકૃષ્ણચંદ્રજી આપી રહ્યા હતા. પરંતુ ક્ષત્રિયોએ હિંસા જ કરવી અથવા યુદ્ઘહિંસા ક્ષત્રિયોને ધર્મ્સ છે, એવું વિધાન કોઈ ન તારવે ! અલબત્ત, યુદ્ધમાંથી ન ભાગવું અને વિશ્વની સાધુતાનું રક્ષણ કરવું, એ ક્ષત્રિયોનો સ્વભાવજન્ય ગુણો વડે નિયત થયેલો ધર્મ અથવા ક્ષાત્રકર્મ છે. પરંતુ જાતે યુદ્ધ ઉત્પત્તિ ન કરવી તેમ યુદ્ધના પ્રેરક નિમિત્ત પણ ન બનવું, માત્ર અનાયાસે એવી સ્થિતિ આવી પડે ત્યાં જ જોડાવું, એવો શ્રીકૃષ્ણગુરુનો આશય છે. અને યુદ્ધમાં હિંસક શસ્ત્ર વાપરવાં એ સામે તો ગીતાનો વિરોધ જબરો છે જ, એ તો આત્મશત્રુને જ હણવાનું અર્જુનને