________________
૪૪૪
ગીતા દર્શન
અગિયારમા અધ્યાયનો ઉપસંહાર આખું વિશ્વ આત્મામાં સમાય છે, આત્મા વિશ્વમાં સમાતો નથી. પરે જ એક કવિ કહે છે:
"મારો અધ્યાત્મરસ કયાં જઈ ઢોળું,
અહો ! વિશ્વપાત્ર નાનકડું ત્યાં ન સમાય જો.” તે સાચું છે. દીવાનો પ્રકાશ જેમ ઘરમાં રહી શકે છે, તેમ કૂંડાં નીચે પણ ઢંકાઈને રહે છે. છતાં ય એ પ્રકાશનું માપ ઘર કે કૂ નથી. ચૈતન્ય પ્રકાશ તો વળી અરૂપી, સૂક્ષ્મ અને અનંત રહ્યો. ત્યાં તે દેહ કે બ્રહ્માંડો, ત્રણ ભુવન કે ચૌદ રક્યુલોક (રાજલોકોમાં કેમ સમાય? છતાં ય જ્યાં લગી મનુષ્ય પાસે નાનકડાં એવાં મન, બુદ્ધિ, ઈન્દ્રિયાદિ છે, ત્યાં લગી એ મનુષ્ય બાહ્ય ચમત્કાર વાંચ્છે છે, અને કૂવાનો દેડકો જેમ સમુદ્રનું માપ કાઢવા જઈને આખરે થાકે, તેમ તે થાકે છે.
ઋષિમુનિઓ, આચાર્યો, જ્ઞાનીજનો અને વીતરાગ જેવાં સર્વોત્તમ પુરુષોનાં વાણી અને શાસ્ત્રોની અથાગ ચર્ચા પાછળ આ સિવાય બીજું કશું નથી. ઘણીવાર એવું બને છે કે મન-બુદ્ધિ સમજે તો ય ઈન્દ્રિયોની કુટેવોથી યથાર્થ અનુભવ વિના છૂટવું કઠિન થઈ પડે. એટલે પાછળ શ્રીકૃષ્ણગુરુ કહે છે, તેમ ઈન્દ્રિયોની પાછળ ભમતું મને છેવટે બુદ્ધિને લઈ જઈ આસકત આત્માનું અધ:પતન કરી દે છે. આને સારુ સદ્દગુરુ એ હૃદયવિકાસી અને શ્રદ્ધાપ્રધાન તથા સમર્પણવીર સાધક માટે મહા ટેકારૂપ બને છે. અહીં અર્જુન માટે તેમ જ બન્યું છે.
જૈનસૂત્રોમાં જેને અવધિજ્ઞાન કહેવાય છે, તે સમકિતી જીવોને હોઈ શકે છે. એમાં રૂપી પદાર્થોનો સાક્ષાત્ અનુભવ થાય છે. જો કે આત્મજ્ઞાનીને તેની દરકાર નથી હોતી. પરંતુ એવું જ દર્શન અહીં શ્રીકૃષ્ણગુરુને છે. અને એમનો અને અર્જુનનો આત્મા એકાકાર બની આ દર્શન કરે છે.
અહીં સાધક એક શંકા કરશે કે અર્જુનને કેમ દર્શન આપી શકયા ? સાધકે ભૂલવું ન જોઈએ કે ત્યાં કાવ્યકારની ખૂબી છે. કાવ્યકારે અર્જુનને શ્રીકૃષ્ણગુરુની દિવ્ય દૃષ્ટિ અપાવી છે. એટલે લાક્ષણિક અર્થ એ છે, કે અર્જુનના અંતરમાં રહેલી શ્રદ્ધારૂપી આરસીમાં શ્રીકૃષ્ણગુરુ જે આત્મયોગે વિશ્વરૂપદર્શન કરે છે, તેનું