________________
અધ્યાય સત્ત૨મો
आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः
रस्याः स्निग्धाः स्थिराः हृद्या आहाराः सात्त्विकप्रियाः ||८|| આયુ સત્ત્વ બલ સ્વાસ્થ્ય, સુખ પ્રીતિ કરે સ્થિર; રસાળ રોચક સ્નિગ્ધ, તે ખાણાં સાત્ત્વિક પ્રિય. ૮
૫૪૯
(હે અર્જુન ! ) આયુષ્ય, સાત્ત્વિકતા, બલ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારાં તથા રસદાર, સ્નિગ્ધ, હૃદયંગમ તથા સ્થિર (શરીરમાં ચોમેર વ્યાપી સાત્ત્વિક પોષણ દેનાર) તેવાં ખાણાં સાત્ત્વિક લોકોને પ્રિય હોય છે.
નોંધ : આનો અર્થ સાધક એટલો જ કરે કે આહાર કરવાનું પ્રયોજન આયુષ્યના ટકાવ સારુ છે. "સંયમના હેતુથી યોગ પ્રવૃત્તિ થાય,” એટલું લક્ષ્યમાં રાખનાર સાદું અને અલ્પ આરંભવાળું તથા અનાયાસે અગર સહજ પ્રયત્ને, સામાન્ય કિંમતે મળે તેવું ખાણું જ પસંદ કરશે. આ પસંદગી અણીશુદ્ધ દૃષ્ટિએ થશે તો એ ખાણાં ઉપલી રીતે સાધક થઈ જ જશે. પણ ઉપરના કથનનો અવળો અર્થ લઈ, રસાળાં અને કિંમતી ખાણાંને માર્ગે કોઈ રખે ચડી જાય ! ખરી રીતે તો રસાળાં, સ્વાદુ, મિષ્ટાન્ન, ચરબીવાળાં, અતિ તીખાં ખાણાં તો સાધક માટે ત્યાજ્ય છે, ગીતા પણ આ વાત આગળ વધતાં કહે છે.
कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः ।
आहार राजसस्येष्टा दुःखशाकामयप्रदाः ||९||
લૂખાં, દાહક, આત્યુષ્ણ, ખાટાં, ખારાં, તીખાં કટુ; દેતાં રોગો દુઃખો શોકો, તે ખાણાં રાજસી પ્રિય. ૯
(અને વળી હે ભારત !) તીખાં, ખાટાં, ખારાં, બહુ ગરમ, કટુ, લૂખાં અને દાહ ઉત્પન્ન કરે તેવાં ખાણાં રાજસી લોકોને વહાલાં હોય છે – જે ખાણાં દુ:ખ, શોક અને રોગ દેનારાં જ બને છે.
નોંધ : આવાં ખાણાં કામરાગ વધારે છે અને કામરાગના આવેગને વશ નારને રોગ, દુઃખ અને શોક થાય જ છે એ દેખીતું છે. એ માટે બ્રહ્મચર્યપ્રેમીએ એવાં ખાણાં ઉપર સંયમ મૂકવો જોઈએ.
લોક. તિલક તિકત અને કટુનો અર્થ અનુક્રમે આપણા ગુજરાતી ભાષાના અર્થ કરતાં ઊલટો બતાવે છે અને તેમાં વાગ્ભટનો આધાર ટાંકે છે. કટુ અને લીંબુને તિકત કહે છે.
વાગભટ
મરીને