________________
૫૪૮
ગીતા દર્શન
*કમઠની તપસ્યા ઘણી જ ઘોર હતી છતાં એના પરિણામે એણે શરીરની અને આત્માની પાયમાલી જ નોતરી હતી. જ્યારે તે પાર્શ્વપ્રભુને શરણે ગયો ત્યારે જ તેનો ઉદ્ધાર થયો. એટલે સ્વછંદ ધર્મને નામે કેવો અધર્મ મચાવે છે, તે એવા જૈનગ્રંથોના ઉદાહરણથી બરાબર સમજાય છે. આજ પણ સંસારમાં એવી વ્યકિતઓની ખોટ નથી જ. જેઓ ધર્મની ઓથ લઈને આવું કરે છે, તે પોતાને અને વિશ્વને માટે ભારે ભયંકર છે. આટલું કહી અર્જુનને ચેતવીને હવે ગુરુદેવ ખોરાકના, યજ્ઞના, તપના, દાનના પણ શ્રદ્ધાની જેમ ત્રણ ત્રણ પ્રકાર કહેવા માગે છે :
आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः । यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं श्रृणु ||७|| ખોરાકોય બધાને તો, પ્રિય ત્રણ પ્રકારના; તેમ યજ્ઞો તપો દાનો, તેમનો ભેદ આ સુણ. ૭ (અર્જુન ! ખોરાકની રુચિમાં પણ પ્રકૃતિ કામ કરે છે, એટલે) આહાર પણ ત્રણ પ્રકારે (ભિન્ન ભિન્ન) સર્વ લોકોને પ્રિય થાય છે (તેમ સ્વભાવવિચિત્રતાને લીધે) વળી યજ્ઞ, દાન તથા તપ પણ (વિવિધ થાય છે, માટે) તેમના આ ભેદને સાંભળ.
નોંધ : આહારની વાત અહીં વિચિત્ર લાગશે ખરી, પરંતુ ગીતાએ શરીરની કિંમત પણ પૂરેપૂરી આંકી છે અને વાત પણ ખરી છે. શરીર જેમ બંધનના કારણરૂપ આજે થયું છે, તેમ તેના સદુપયોગ કરવાથી તે જ મુકિતનું કારણ પણ બની શકે છે. એટલે આહાર પણ એક રીતે ધર્મક્રિયા જેટલું જ મહત્ત્વનું અંગ છે.
આહાર પણ મનના વિચારો પર પણ અજબ અસર કરે છે. એવો પ્રત્યેક આધ્યાત્મિકતાપ્રેમીઓનો અનુભવ છે જ, એટલા સારુ આહારનાં તત્ત્વોનું તેઓ ધર્મવિજ્ઞાનદષ્ટિથી ભારે ઊંડું પૃથકકરણ કરે છે. જૈનસૂત્રોનો આહારચિકિત્સામાં ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનો ફાળો છે. હવે ગીતકાર એ ભેદોથી ચોખવટ કરે છે.
* સુત્રો માંહેલા ૩ નીક: પ ધ ન પૂર્વાશ્રમના ભાઈનું નામ કમર, ધણા જન્મો સુધી એક પ્રસંગથી ભાઈ ભાઈ વચ્ચેનું વૈર બીજ નખાયું. કમઠ આસુરી પ્રકૃતિ તરફ વળ્યો અને પાર્શ્વનાથ દૈવી સંપત્તિ તરફ વળ્યા -આથી વેરપિપાસ તૃપ્ત કરવાને માટે કે- વ વાર ર કઇ તપ કર્યો. તે પાશ્વનાથને રંજાડવાની કામનાથ જ કર્યા પરંતુ આખરે બાસુંદી વૃતિ હરી અને દૈવીવૃત્તિના વિજય થયો, આ આખો પ્રસંગ ત્રિપ કોલકાપુરુષમાં વર્ણવાયા છે.