________________
માટે હાનિ થવાનો ભય નથી. આ દષ્ટિએ જ નીચેનો દૂહો ઉપયોગી થશે.
ગુરુ ગોવિંદ દોનોં ખડે, કિસકો લાગું પાય;
બલિહારી ગુરુદેવકી, જિન્હેં ગોવિંદ દિયો બતાય. સાથોસાથ નીચેનો દૂહો પણ અહીં ભૂલવો જોઈતો નથી જ.
ગુરુલોભી શિષ્ય લાલચુ, દોનોં ખેલે દાવ;
બૂડે બેચારે બાપડે, બૈઠ પથ્થરકી નાવ. આ દષ્ટિએ જ ગુરુ અને શિષ્યનાં ગુણવાચી વિશેષણો ઉપર મૂકયાં છે. આ દેશમાં જેમ નગુરાનો વિશ્વાસ કરવાની ના કહી છે.” તેમ આંધળા ગુરુવાદનાં અનિષ્ટોએ પણ અનર્થો કરવામાં હદ રાખી નથી.” આમ છતાં માર્ગદર્શક ભોમિયાની વિકાસમાર્ગમાં અનિવાર્ય જરૂર સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. વિરલ સાધકો એવા પણ નીકળે છે કે જેઓને બહારના માર્ગદર્શકની જરૂર નથી પડતી; તેઓ પોતાના ઊંડા અંતરાત્માને જ પોતાનો માર્ગદર્શક બનાવી મૂકે છે. કોઈપણ જાતનું માર્ગદર્શન સ્વીકારો, પણ અંદરથી કે બહારથી અથવા અંદર તથા બહાર બંને તરફથી સમજપૂર્વકનું માર્ગદર્શન જોઈએ જ, એ વિષે બે મત ન હોઈ શકે.
આશા છે કે વિશ્વવાત્સલ્ય”ના વાચકોને આ ગ્રંથથી જ્ઞાનલાભ મળશે અને અનુભવનો લહાવો લૂંટવા તેઓ ઉત્સાહિત થઈ આગળ વધશે. બાપુ જન્મ તારીખઃ ગાંધી જયંતી
'સંતબાલ” આદરોડા, તા. ૨-૧૦-૧૭