________________
ગીતા દર્શન
અધ્યાય સોળમો
ઉપોદઘાત "દુષ્કતવાળા મૂઢ નરાધમો, માયાથી એમનું જ્ઞાન હરાઈ જવાને લીધે, આસુરી ભાવને પામે છે, મને પામતા નથી."
(ગી. અ. ૭-૧૫) "જેનાં આશા, કર્મ અને જ્ઞાન અફળ છે, એવા અબૂઝ લોકો મોહ પમાડનાર એવી રાક્ષસી આસુરી પ્રકૃતિનો આશ્રય લઈ રહેલા છે.”
(અ. ૯-૧૨.) '"ભલે અત્યંત દુરાચારી હોય, પરંતુ મને અનન્યભાવે ભજે તો તેને સદુદ્યોગી-સપુરુષાર્થી સાધુ જ માનવો. કારણ કે તે જલદી ધર્માત્મા થઈને શાશ્વત શાન્તિ પામે છે.”
(અ. ૯, ૩૦-૩૧) આ બધાં વચનોમાંથી બે ભાવ નીકળે છે : ૧. આસુરી ભાવપ્રકૃતિના ફંદામાં ફસાયા એટલે પ્રભુપ્રાપ્તિ અશકય થઈ પડે છે.
૨. મહાદુરાચારીને પ્રભુપ્રાપ્તિનો સંભવ રહે ખરો, પણ આસુરી ભાવધારી, આસુરી પ્રકૃતિધારીને નહિ.
ત્યારે હવે અર્જુનના મનમાં એ સવાલ થાય છે કે હું આસુરી સંપત્તિ ધરાવું છું કે દૈવી ? શ્રીકૃષ્ણગુરુદેવે પણ મને કહ્યું છે કે, "તું અધમથી અધમ-પાપીથી પણ પાપી હોય તોય તારો ઉદ્ધાર છે પણ આસુરી સંપતિળાનો ઉદ્ધાર નથી.” ત્યારે હવે મારે મારી દશા આસુરી છે કે દૈવી, એ સૌથી પ્રથમ જાણી લેવું જોઈએ. તો જ હું પુરુષોત્તમયોગને કે પરંપદને લાયક બની શકું !'
એમ વિચારીને અર્જુને એ સવાલ પોતાના ગુરુશ્રી પાસે મૂકયો, ત્યારે પ્રથમ