________________
૪૬૮
ગીતા દર્શન
અને તેના ગુણ તથા વિકારોનો સમાવેશ થતો હોઈને હું એ સવિકાર ક્ષેત્રનાં બધાં લક્ષણો ટૂંકાણમાં કહી દઉં છું તે સાંભળ :) પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશરૂપી પાંચ મહાભૂતો, અહંકાર, અવ્યકત (પ્રકૃતિ અથવા ત્રિગુણમયી માયા) બુદ્ધિ, ઇન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિય-ત્વચા, જીભ, નાક, આંખ અને કાન તથા પાંચ કર્મેન્દ્રિય-વાણી, હાથ, પગ, ગુદા, જનનેંદ્રિય-મળીને કુલ દશ અને એક (મન) તથા પાંચ વિષયો (સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દો ઉપરાંત ઈચ્છા, ષ, સુખ, દુ:ખ, સંઘાત (સમુદાય), ચેતના અને ધૃતિ" (ધનંજય !) આ ટૂંકાણમાં વિકારસહિત ક્ષેત્ર મેં તને કહી બતાવ્યું.
નોંધ : સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિનાં જે ચોવીસ તત્ત્વો કહેલાં છે, તે ગીતાકારે પાંચમા શ્લોકમાં કહી દીધાં. ન્યાયશાસ્ત્રમાં આત્માનાં ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, પ્રયત્ન, ગતિ એવાં લક્ષણો લીધાં છે, તે પણ ગીતાકારે ક્ષેત્રમાં દાખલ કર્યા. તે એટલા સારુ કે ન્યાયશાસ્ત્રનો આત્મા એ ક્ષેત્રજ્ઞ આત્મા નથી, પરંતુ સંસારસંગી જીવ છે. એટલે શ્રીકૃષ્ણ ગુરુદેવ તેનો સમાવેશ ક્ષેત્રમાં જ કરી દે છે. ન્યાયશાસ્ત્રનાં પ્રયત્ન અને ગતિ એ બંને લક્ષણો ચેતના” ગુણમાં આવી જાય છે. ચેતના એટલે જ્ઞાનપૂર્વકની ક્રિયાશીલતા. આવું લક્ષણ જડમાં હોતું નથી.
લો. તિલક આ 'ચેતના” શબ્દથી દેહમાં પ્રાણાદિક વ્યાપાર અગર જીવંતપણાની ચેષ્ટા એવો અર્થ લે છે. (ગુજરાતી તિલકગીતા, પૃ. ૭૯૫).
હવે ગીતાકારે સંઘાત' અને 'પ્રતિ” એ બે લક્ષણો સવિકાર ક્ષેત્રનાં લીધાં એ વિષે વિચારીએ. જૈનસૂત્રો જીવાસ્તિકાયનું લક્ષણ વીર્ય અને ઉપયોગ લે છે, તે ચેતનાથી ફલિત થાય છે.
પગલાસ્તિકાયનું લક્ષણ શબ્દ, અંધકાર, પ્રકાશ, કાન્તિ, છાયા, તાપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર, એકઠું થવું, વિખરાવું, સંખ્યા, સંયોગ-વિયોગાદિ ક્રિયા વગેરે લે છે, તે પણ ઉપરનાં ઈતર લક્ષણોથી ફલિત થાય છે. તથા આકાશાસ્તિકાય પણ આકાશથી ફલિત થાય છે. પરંતુ ધર્માસ્તિકાય (જેનો ગુણ ગતિમાં સહાયક થવું તે છે) અને અધર્માસ્તિકાય (જનો ગુણ સ્થિતિમાં સહાયક થવું તે છે) એ બે પદાર્થો કોઈ પણ વૈદિક ગ્રંથોમાં નથી. તે સંઘાત અને
૧, શરીરનાં તત્ત્વોની એકબીજાની સાથે સહકાર કરવાની શકિત. (ગાંધીજી કૃત ગીતાર્થ.) * ફલાશાત્યાગ રૂપ યોગમાં સ્થિરતા (તિલકકૃત ગીતાર્થ) ગાંધીજીકૃત ગીતાર્થમાં ધૃતિનો અર્થ શરીરના પરમાણુનો એકબીજામાં વળગી રહેવાનો ગુણ લેવાયો છે, જે અહંકારને લીધે જ જન્મે છે.