________________
અધ્યાય તેરમો
૪૭
(ભારત!) શ્રીષઓએ બહુ પ્રકારે વિવિધ છંદો વાટે ગળ્યું છે અને (એમણે) બ્રહ્મસૂત્રોના હેતુવાળા પદાર્થો દ્વારા (હું જે વર્ણન કરું છું) તે નક્કી કર્યું છે.
નોંધ : ટીકાકારોએ "ઋષિએ જુદી રીતે ગાયું, વેદે જુદી રીતે ગાયું છે, દઢ યુતિવાળાં બ્રહ્મસૂત્રપદોએ જુદી રીતે ગાયું છે” એવો અર્થ લીધો છે. આપણે ઉપર જુદો જ અર્થ કાઢયો છે. અને તે જ ઘટે છે; કારણ કે છંદો દ્વારા ગાનાર પણ ઋષિમુનિઓ હતા અને તત્ત્વજ્ઞાનને પ્રમાણ દ્વારા નિશ્ચિત કરનારા પણ ઋષિમુનિઓ જ હતા.
છતાં ગીતાકારને વેદાંતસૂત્રનો નિશ્ચય વધુ ગમે છે. કારણ કે ઉપનિષદોમાંના જુદા જુદા ઋષિઓનાં જુદાં જુદાં મંતવ્યોને એક સૂત્રાત્મક ગોઠવવામાં બ્રહ્મસૂત્રનો જ મુખ્ય ફાળો છે. તોય આમ બોલીને ગીતાકાર બે વાત પાઠકના ધ્યાન પર લાવવા માગે છે.
૧ ઋષિમુનિઓએ જે કહેલું છે, તે સાચું જ છે, પછી વેદની પ્રાચીન કૃતિમાં લખ્યું હોય કે જોઈએ તો અર્વાચીન દાર્શનિક ગ્રંથમાં લખ્યું હોય !
૨. પરંતુ એ સત્ય ગાનનો કે અનુમાનથી નક્કી કર્યાનો જ માત્ર વિષય નથી, તેને સાધકે સ્વયં વેદવું જોઈએ. માટે જ હવે તેવા ક્ષેત્રના સ્વરૂપની અને પછી જ્ઞાન તેમજ શેયની સમજ પાડવા તેઓ પ્રયત્ન કરે છે :
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च । इन्द्रियाणि दशैकं च पच्चे चेन्द्रियगोचराः ॥५॥ इच्छा द्वेषः सुखं दुःखं संघातश्वेतना घृतिः । एतत् क्षेत्रं समासेन सविकारमुदाहतम् ॥६॥ મહાભૂતો અહંકાર અવ્યકત જ તથા મતિ; ઇન્દ્રિયો દશ ને એક, ને પાંચ વિષયો વળી. ૫ ઈચ્છા-દુઃખ-સુખ-દ્વેષ, સંઘાત-ચેતના ધૃતિ.
ખોલી બતાવ્યું સંક્ષેપે ક્ષેત્ર મેં સવિકાર એ. ૬ (હ અર્જુન! પાંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને મન એને મેં અપરાપ્રકૃતિ તરીકે અગાઉ વર્ણવી હતી અને જીવને પરાપ્રકૃતિમાં વર્ણવ્યો હતો. પરંતુ અહીં એ બન્નેના યોગથી જે ક્ષેત્ર સંજ્ઞાવાળું શરીર બન્યું છે, તેમાં એ બન્ને પ્રકારની પ્રકૃતિ