________________
ઉપસંહાર
અઘ્યાયગત ગીતાનું પ્રથમ મંગળ છે. નવમા અઘ્યાયના અંતિમ શ્લોકો - સ્ત્રીઓ વૈશ્યો અને શૂદ્રો ને જે હો પાપયોનિનાં, તે ય પ૨ ગતિ પામે પાર્થ ! આલંબતાં મને. તો પછી ભકત રાજર્ષિ શુચિ-દ્વિજોની વાત શી ! માટે અનિત્ય આ દુઃખી, લોક પામી મને ભજ. ભકત પૂજક થા હુંમાં-મન જોડ, મને નમ; આત્મા યોજી હુંમાં રાચ્યો, મને જ એમ પામીશ.” (શ્રીકૃષ્ણવચન)
એ ગીતાનું મઘ્યમંગળ છે અને
‘કૃષ્ણ યોગેશ્વર જ્યાં છે, ને જ્યાં પાર્થ ધર્નુધર; ત્યાં શ્રી વિજય ને ભૂતિ ને ધ્રુવનીતિ માનું છું' (સંજયોકિત)
૪૫
આ ગીતાનું અંતિમ મંગળ છે.
ગીતા એ ઉપલી રીતે મહાભારતના યુદ્ધપ્રસંગે ઊપજેલી છે. પરંતુ એ પ્રસંગ તો નિમિત્ત માત્ર છે. એ પ્રસંગનું નિમિત્ત લઈને જીવન અને જગત વચ્ચે ચાલતી યુદ્ધઘટમાળાનો આમાં ઉકેલ અપાયો છે, જેમ સફરજનના પડવા પરથી આખા વિશ્વને લાગુ પડતો ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટન બહાર લાવી શકયા છે, તેમ ગીતા ભૌતિક યુદ્ધના પ્રસંગ પરથી વિશ્વવિજયની ચાવી બતાવી શકી છે. રાજનીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, યોગશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા, કાળજ્ઞાન, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, કાવ્ય, કળા, સાહિત્ય, અલંકાર, ભાષાશાસ્ત્ર એમ એકે વિષય એવો નથી રહેતો કે જે ગીતામાં ન હોય ! આ દૃષ્ટિએ જોતાં ગીતા સર્વવિદ્યા અને સર્વ સિદ્ધિઓનો ખજાનો છે. છતાં આધ્યાત્મિકતા એ જ એનું મધ્યબિંદુ છે. આઘ્યાત્મિકવિદ્યા જ સર્વ વિદ્યાનો રાજા છે, એમ એ કહે છે.
આમ જોતાં સંજયપાત્રને વિચારની ઉપમા અપાય. ધૃતરાષ્ટ્ર રાજાને અસમ્યદૃષ્ટિ જીવની ઉપમા અપાય. દુર્યોધનને અવિવેકની ઉપમા અપાય. એમના ભાઈઓ-કૌરવો-ને અશુભ વૃત્તિઓની ઉપમા અપાય, અને ભીષ્મને દૃઢ સંકલ્પની ઉપમા અપાય, જોકે એ સંકલ્પ આજે અવળા પક્ષમાં છે અને અર્જુનને જિજ્ઞાસુ મન તરીકેની ઉપમા અપાય, અને શ્રીકૃષ્ણચંદ્રને અંતરાત્માની