________________
ગીતા દર્શન
નોંધ : અનુવાદમાં જ ચોખવટ થઈ ગઈ છે એટલે હવે પાઠકને કશી જ શંકા નહિ રહે. અહીં જીવ, શિવ ને માયા એમ ત્રણ તત્ત્વો સ્વીકારાયાં, અથવા પરમાત્મસ્વરૂપ, અંતરાત્મસ્વરૂપ અને બહિરાત્મસ્વરૂપ એમ ત્રણ સ્વરૂપ જૈનદષ્ટિએ સ્વીકારાયાં છે. કર્મસંગી. જીવ, અજીવ અને સિદ્ધ દશા એમ ત્રણ તત્ત્વ જૈનસૂત્રોમાં પણ છે. પરંતુ મૂળે તો બે જ . (૧) જીવ (૨) અજીવ આપણે જૈનસૂત્રો પ્રમાણે કહી ગયા કે જેમ રાગ દ્વેષવશાત્ જીવમાં પુદ્ગલો આશ્રય પામે છે, અને એ કર્મવશાત્ ‘ર્માનુનો અતિ નીવ y:' એમ છે, તેમ જ શ્રીકૃષ્ણગુરુદેવ પણ જીવના જન્મમૃત્યુરૂપ સંસારનું અને સારીમીઠી ગતિમાં જવાનું કારણ ગુણસંગ જ કહે છે. ક્ષેત્રજ્ઞ ક્ષેત્રવિચાર અથવા પ્રકૃતિપુરુષનો વિચાર કરી ગયા પછી જેમ અગાઉ આ જ અઘ્યાયમાં અમાનેચ્છા વગેરેથી મોક્ષ મળે છે, તેમ ઈતર માર્ગે પણ મળે જ છે, તે ફરીને કહે છે. આથી ગીતામાં અનેકાંતવાદ કેટલો ઉત્તમ રીતે ઝળકે છે, તે સમજાય છે :
||૪||
ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना । अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे: अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते 1 तेपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ||२५|| આત્માથી કોઈ આત્માને, આત્મામાં ઘ્યાનથી જુએ; સાંખ્યયોગ વડે કોઈ, ને બીજા કર્મયોગથી. ન એમ જાણતા કોઈ અન્યથી સુણી તે વિષે; શ્રદ્ધાલીન બની સેવે, તેય મૃત્યુ તરી જતા.
૨૪
૨ ૫
(પરંતપ !) કોઈ આત્મા વડે જ આત્મામાં આત્માને ઘ્યાનના સાધન દ્વારા જુએ છે. (અવ્યકતના ઉપાસકોનો આ માર્ગ કઠિન છે, તે હું અગાઉ કહી ગયો છું. પરંતુ તે માર્ગે પણ મોક્ષ છે જ) વળી કોઈ સાંખ્યયોગ (નો માર્ગ પસંદ કરી તે માર્ગે એટલે જ્ઞાનપ્રધાન સંન્યાસ માર્ગે જઈ તે) દ્વારા આત્માને પેખે છે. અને બીજા કર્મયોગથી (ફળાશાનો ત્યાગ કરી તે માર્ગ) આત્મદર્શન પામે છે. અને એમ ત્રણે માર્ગમાંથી કોઈ માર્ગ ન જાણતા એવા પુરુષો કોઈ બીજા (જ્ઞાની મહાત્મા) પાસેથી સાંભળી તે (આત્મ સ્વરૂપ)માં શ્રદ્ધા લીન થઈને તે (આત્મ સ્વરૂપ)ને સેવે છે, તે પણ મૃત્યુને તરી જ જાય છે.
૪૭૮