________________
અધ્યાય સોળમો
૫૩૩
કૌતેય ! આ તમોદ્વાર ત્રણેથી મુકત થૈ નર;
આચરે આત્મકલ્યાણ તેથી પામે પરંગતિ. ૨૨ (હે ઊજળા અર્જુન ! ઉપરના કથનથી તું સમજી જ શકયો હોઈશ કે ત્રણ પ્રકારનું આ નરકનું બારણું છે અને આ (ત્રિવિધ નરકાર) આત્માનો નાશ કરનારું છે. તેથી કામ, ક્રોધ અને લોભ એ ત્રણેનો ત્યાગ કરવો ઘટે !
હે કૌતેય ! આ ત્રણે અંધકારનાં બારણાંથી જે છૂટેલો છે, તે મનુષ્ય આત્મશ્રેય આચરે છે અને તેથી પરમ ગતિને પામે છે. (એવાની અધોગતિ કદી જ થતી નથી.)
નોંધ : શ્રીકૃષ્ણગુરુએ ત્રીજા અધ્યાયમાં કામ અને ક્રોધને મહારી બતાવ્યા હતા. અહીં એ બેમાં લોભનો ઉમેરો કર્યો છે. અને તે ઉમેરો અહીં યથાર્થ જ છે. જૈનસૂત્રો કહે છે કે ક્રોધ, માન, માયા અને લોભ ચારે આત્મઘાતક છે, પરંતુ એ સર્વનું મૂળ મોહ છે. સંપૂર્ણ મોહ ત્યારે જ નષ્ટ થાય છે કે જ્યારે લોભનો સંપૂર્ણ છેદ ઊડે છે! મતલબ કે લોભનું મૂળ સંસારરૂપી વૃક્ષમાં સહુથી ઊંડું છે.
આટલું સમજનાર આસુરી લોકોથી નહિ ખિન્ન થાય, તેમ નહિ એમનાથી લેપાય; પરંતુ કામ, ક્રોધ અને લોભથી દૂર રહી તે લોકોનાં હૃદય પર અસર ઉપજાવી સન્માર્ગે દોરનારાં નિમિત્તો ઊભાં કરશે. નાસ્તિક સદાય નાસ્તિક જ રહે, એવું કથન શાસ્ત્રોમાં છે. પરંતુ તે આસ્તિક વર્ગને ચેતતા રાખવા સારુ છે. નાસ્તિક પણ જો આસ્તિક બને તો એને સારુ પણ મોક્ષનાં દ્વાર તો ઊઘાડાં જ છે. પરંતુ પાયારૂપે સત્ય તરફનો પ્રેમ ઊઘડવો જોઈએ, અથવા તો સત્પુરુષો તથા સતુશાસ્ત્રો પ્રત્યે રુચિ પ્રગટવી જોઈએ. આવી રુચિ ધરાવનારને હિંસા તો ગમે જ શી રીતે? માટે હવે શ્રીકૃષણગુરુ કહે છે:
यः शास्त्रविधिमुत्सृज्य वर्लते कामकारतः । न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ।।२३।। શાસ્ત્રવિધિ તજીને જે, વર્તે માત્ર સ્વચ્છેદથી;
તે મેળવે નહીં સિદ્ધિ, ન સુખ, ન પરંગતિ. ૨ ૩ (પ્રિય કુરુશ્રેષ્ઠ ! જે શાસ્ત્ર કામ, ક્રોધ અને લોભથી છોડવવામાં પ્રેરક નિમિત્ત નીવડે એ જ સાચું શાસ્ત્ર. આવા શાસ્ત્રનું મૂલ્ય હું મહાન આંકું છું. કારણ કે સાધકને જ્યાં સગરનો યોગ અશકય હોય છે, ત્યાં શ્રદ્ધા અને નમ્રતાથી સવલું