________________
પ૩૪
ગીતા દર્શન
સતુશાસ્ત્ર પણ સદ્ગુરુની ગરજ સારે છે. પાપ-પુણ્યની બેડીઓમાં બાંધી રાખે તેવી શ્રુતિઓની તને જરૂર નથી, એ તો મેં પ્રથમથી જ કહ્યું છે. પણ ઉપલી વ્યાખ્યાવાળું શાસ્ત્ર તજવાનું કહ્યું નથી. કારણ કે ગુરુ અને સશાસ્ત્ર બને વેગળાં રાખનાર અથવા એ બન્નેથી છેટો ભાગનાર સ્વેચ્છાચારના નાદને લઈને કામભોગોની અપાર ખાઈમાં પડીને ગોથાં ખાય છે, અને પછી એની સ્થિતિ શી થાય છે તે તું જાણે છે? જ, સાંભળ) શાસ્ત્રવિધિને તજીને જે માત્ર સ્વેચ્છાએ વર્તે છે તે સિદ્ધિ નથી મેળવી શક્તો, સુખ નથી મેળવી શકતો, અને પગતિ પણ નથી મેળવી શકતો.
નોધ : સ્વચ્છંદી માણસ કોઈ કાર્યમાં સાંગોપાંગ સ્થિર રહી શકતો નથી, એટલે કશી કાર્યસિદ્ધિ મેળવી શકતો નથી, બાહ્ય સુખ પણ એને ફાળે આવતું નથી, તો આંતરિક સુખની ઝાંખી તો એને થાય જ શી રીતે? કારણ કે અપાર ચિંતા અને અસ્તવ્યસ્ત ચિત્તદશાને કારણે સુખે ખાન, પાન કે શયન એને અશક્ય બને છે. એ મનમાં ભલે માને કે હું મોટો, હું સ્વતંત્ર, હું ડાહ્યો; પરંતુ પોતાની મેલી વૃત્તિ આગળ એ ગુલામ અને પરાધીન હોય છે. કૈિક લોકોની સિફારસ એને કરવી પડે છે, અને ગાંડે, મૂરખ એવાં વિશેષણોનો સ્વાદ ચાખવો પડે છે. એના ધનને લીધે આશ્રિત થયેલાં પણ એને હૃદયથી ચાહી શકતાં નથી અને એને મનમાં તો ગમાર જ ગણી કાઢતા હોય છે. એટલે શાસ્ત્રો કહે છે તેમ "સ્વચ્છંદના નિરોધ વિના મોક્ષ નથી.” તેમ જ સ્વચ્છંદના ઓછાવધતા નિરોધ વિના તો આ લોકમાં પણ સારું સ્થાન નથી, તો પરલોકમાં તો હોય જ ક્યાંથી?
જેનસૂત્રોમાં સશાસ્ત્ર પર ખૂબ વજન અપાયું છે. ઉતરાધ્યયનના દશમા અધ્યયનમાં ભગવાન મહાવીર પોતાના પટ્ટશિષ્ય ગૌતમને ઉદ્દેશીને કહે છે કે "જ્યાં વીતરાગ જિન કે, સત્પુરુષનો અભાવ હોય ત્યાં એ મહાપુરુષોજ્ઞાનીજનોએ પ્રરૂપેલો સમાર્ગ તો શાસ્ત્રમાંથી સત્યશોધકને સાંપડે જ છે.” શાસ્ત્રની વ્યાખ્યા તો અનુવાદમાં આપણે વિચારી ગયા છીએ.
ગાંધીજી પણ પોતાના 'અનાસકિતયોગ' નામના પુસ્કતમાં આ શ્લોકની નોંધમાં આ જ જાતનું લખે છે : " શાસ્ત્રવિધિનો અર્થ ધર્મને નામે મનાતા ગ્રંથોમાં કહેલી અનેક ક્રિયાઓ નહિ, પણ અનુભવજ્ઞાનવાળા સત્પુરુષોએ ખેડેલો સંયમમાર્ગ."
હવે એ જ વાતની પુષ્ટિ કરીને શ્રીકૃષ્ણગુરુ ખુદ અર્જુનને સંબોધીને ઉપસંહાર