________________
અધ્યાય સોળમો
૫૩૫
કરતાં કરતાં કહે છે:
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । ज्ञात्वा शास्त्रविद्यानोक्तं कर्म कर्तुमिहार्हसि ||२४|| તેથી માન્ય અહીં શાસ્ત્ર, કાયકાર્ય તપાસવા; શાસ્ત્રવિહિત કર્મોને, જાણી તારે કર્યા ઘટે. ૨૪ (કાર્ય શું? અને અકાર્ય શું? એ સૌથી પ્રથમ તપાસવું જોઈએ. એટલે જ તે કૌતેય!) કાર્યાકાર્યના નિર્ણય માટે તારે શાસ્ત્ર લેવું અને શાસ્ત્રવિધાનથી બતાવેલું કાર્ય જાણીને, આ લોકમાં તે કર્મ કરવું તારે માટે યોગ્ય છે.
નોંધ : આ પરથી સહેજે સમજાશે કે કાર્યાકાર્યની પરખ માટે જ્યાં સત્પુરુષોનો સંયોગ ન મળે ત્યાં સ્વચ્છેદે વિચાર ન કરતાં શાસ્ત્ર ભણી દૃષ્ટિ કરવી.
અહીં અર્જુનને ઉદ્દેશીને આવું કહેવામાં બે હેતુ છે : (૧) કર્મયોગ તરફ અર્જુનનો જે અભાવ છે તે દૂર કરવાનો. મતલબ કે આસુરી કર્મોન તજવાનું કહ્યું તેથી રખે અર્જુન સમૂળા કર્મત્યાગનું સમજી બેસે, તો તે ગેરસમજ દૂર કરવાનો; અને (૨) માત્ર હું (શ્રીકૃષ્ણ) જ કહું છું, એમ માની રખે અર્જુન એમાંથી બીજો કોઈ અર્થ કાઢે, તે ગેરસમજ દૂર કરવાનો.
પાઠક પણ આ પરથી એટલું સમજી શકશે કે શ્રીકૃષ્ણચંદ્ર જે કંઈ કહી રહ્યા છે, તેમાં શાસ્ત્રીય દ્રષ્ટિનો સમન્વય રહેલો છે. જ્યાં સત્પુરુષના કથનને પણ શાસ્ત્રીય દષ્ટિ સાથે મેળ ન બેસતો હોય ત્યાં સત્પુરુષનું કથન માનતા પહેલાં પણ સાધક થંભી જાય !
મતલબ કે શાસ્ત્ર, સત્પુરુષનું કથન અને પોતાની શુદ્ધ સત્યલક્ષી વિવેકબુદ્ધિ, એ ત્રણે દ્વારા તારણ કરી નિશ્ચય બાંધી કોઈ આદર્શ પ્રત્યે વફાદારીપૂર્વક ચાલવું તે જ સાચી શ્રદ્ધા છે. હવે આવતા અધ્યાયમાં અર્જુન એ સંબંધે વધુ ખુલાસો મેળવવા માગે છે, એટલે શ્રીકૃષ્ણગુરુ પોતે જ આવતા અધ્યાયમાં શ્રદ્ધાની ચોખવટ કરશે. અહીં આટલું જ કહી હવે આપણે આ અધ્યાયનો ઉપસંહાર કરીએ.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसंपदविभागयोगो
नाम षोऽशोऽध्यायः ।।१६।।