________________
૫૩૨
ગીતા દર્શન
આસુરી યોનિ પામેલા, જન્મોજન્મ વિમૂઢ તે; સેવે મને ન કૌતેય ! તેથી થાય અઘોગતિ. ૨૦ (હે પાર્થ !) અહંકાર, બળ (સાંસારિક મોભો, શરીરશક્તિ, સત્તા, ધન આદિનું બળ), દર્પ, કામ અને ક્રોધને આશ્રિત રહી, તેઓ પોતાના અને પરના દેહમાં રહેલા હું (રૂપ આત્મા) પરત્વે દ્વેષ રાખતા થકા ઈર્ષાળુ (અગર નિંદક) બની જાય છે.
તે વૈષ રાખતા એવા ક્રૂર, અશુભ (અમંગળ) નીચ નરાધમોને હું આ સંસાર વિષે (રહેલી) આસુરી યોનિઓમાં વારંવાર ફેંકું છું. (હું ફેકું છું તેનું રહસ્ય તો તું સમજે જ છે કે એવા નીચના હૃદયમાં રહેલો હું-રૂપ આત્મા એવા કર્મસંગી જીવના કર્મ પ્રમાણે આસુરી યોનિમાં એને લઈ જાય છે.)
હે કૌતેય ! (આમ) આસુરી યોનિ પામેલા જન્મોજન્મ મૂઢ રહીને (એ આસુરી લોકો) મને ન પામતાં જ (આખરે) ચાલુ આસુરી કરતાં પણ અધમગતિને પ્રાપ્ત થાય છે.
નોંધ : ઠેઠ સાતમા શ્લોકથી માંડીને આ વીસમા શ્લોક લગી આસુરી લોકોની માન્યતા, વર્તન અને આસુરી યોનિમાં વારંવાર રહેવાનાં અને અધોગતિમાં પડવાનાં કારણોનું ખૂબ સચોટ વર્ણન કર્યા પછી હવે શ્રીકૃષ્ણમુખેથી એ આસુરી યોનિથી એવી અત્યંત અધોગતિથી દૂર રહેવાના ઉપાયો કહેવાય છે.
એ પરથી ઉપલા આસુરી ગતિના વર્ણનનો અર્થ આટલો જ કે તેવી સ્થિતિથી સાધક ચેતીને સ્વયં વેગળો રહે અને તેવી દશાવાળા લોકોને સંસારમાં ફૂલ્યાફાલ્યા જોઈને એને અવળે માર્ગે કે એવા કુસંગે તે (સાધકો ન લેપાઈ જાય ! એ શ્રીકૃષ્ણગુરુનો પ્રેરક હેતુ પાઠક સહેજે તારવી શકશે.
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत् ।।२१।। एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैसिभिर्नरः । आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥२२।। ત્રેવડું નરકદ્વાર આત્માનું ઘાતી આ જ છે; કામ ક્રોઘ તથા લોભ તેથી એ તજવાં ત્રણે. ૨ ૧